કોંગ્રેસનાં નેતા અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે પ્રજાસત્તાક દિનની હિંસા માટે મોદી સરકારને સંપૂર્ણ રીતે જવાબદાર ગણાવી છે. સિબ્બલે પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લહેરાવવાની ઘટના માટે કેન્દ્ર સરકારને પણ દોષી ઠેરવ્યા હતા. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયું તે કેન્દ્ર સરકારની સુનિશ્ચિત ષડયંત્રનું પરિણામ હતું.
કપિલ સિબ્બલે કહ્યું છે કે, કોઈ પણ પરવાનગી વગર લાલ કિલ્લા સુધી કોઇ પહોંચી શકે નહીં. સિબ્બલે કહ્યું કે, આ બધું આંદોલનને પૂર્ણ વિરામ આપવાના કાવતરાનાં ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર સિબ્બલે કહ્યું હતું કે, ‘કોઈ પણ પરવાનગી વગર લાલ કિલ્લા સુધી પહોંચી શકાય નહીં. તેઓ સીધા લાલ કિલ્લા પર ગયા અને પોતે કહી રહ્યા છે કે કોઈએ અમને અટકાવ્યા નથી. આંદોલન તોડવા માટે અનેક કાવતરા કરવામાં આવી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસની ઘટના બાદથી કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ અને રણદીપ સુરજેવાલા સહિતનાં તમામ કોંગ્રેસ નેતાઓએ આ સમગ્ર ઘટનાને કેન્દ્ર સરકારનું કાવતરું ગણાવ્યું છે. આ શ્રેણીમાં કપિલ સિબ્બલે પણ કૃષિ કાયદાઓ અને ખેડૂતોનાં સમર્થનમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
પ્રજાસત્તાક દિનની ઘટનાઓને પગલે ખેડૂત આંદોલન નબળા થવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ છેલ્લા બે દિવસમાં આંદોલનને ટેકો ઓછો કરવાને બદલે ટેકો વધારવાનાં સંકેતો મળી રહ્યા છે. રાષ્ટ્રીય લોકદળનાં નેતા અજિતસિંહ ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. તેમના પુત્ર જયંત ચૌધરી ખેડૂત ધરણા અને મહાપંચાયતમાં જોડાયા છે. એ જ રીતે, ભાજપનાં ભૂતપૂર્વ સાથી શિરોમણી અકાલી દળ, બિક્રમ મજીઠીયાએ તેમના પક્ષનાં કાર્યકરોને ખેડૂતોનાં સમર્થનમાં દિલ્હી પહોંચવાનું કહ્યું છે. મજીઠીયાએ એમ પણ કહ્યું છે કે, જરૂર પડ્યે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પણ સરહદ પર પહોંચશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
