Crime/ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કડીનાં કુખ્યાત ગુનેગાર હનીફ ઉર્ફે જાડી ની ગુજસીટોક હેઠળ કરી ધરપકડ

રાજય સરકાર દ્વારા ગુજરાત માં અસામાજિક તત્વો અને ગુંડાગીરી નાથવા માટે ગુજસીટોક જેવો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો…

Ahmedabad Gujarat

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

રાજય સરકાર દ્વારા ગુજરાતમાં અસામાજિક તત્વો અને ગુંડાગીરી નાથવા માટે ગુજસીટોક જેવો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ગુજરાત પોલીસે ગુંડા અને માથાભારે તત્વો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવી રહ્યા છે.

જેને લઈને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર અશરફ ખાન બલોચ ને માહિતી મળી હતી કે કડી નો કુખ્યાત ગુનેગાર હનીફ ઉર્ફે જાડી અમદાવાદ માં દાણીલીમડા વિસ્તારમા આવેલ છે. જેના આધારે ક્રાઇમબ્રાન્ચ ની ટીમે વોચ ગોઠવી અને કુખ્યાત આરોપી હનીફ ઉર્ફે જાડી ની ધરપકડ કરી લીધી હતી કુખ્યાત હનીફ ઉર્ફે જાડી વિરુદ્ધ કડી અને મહેસાણા સહિત ના વિસ્તારો માં 19 જેટલા ગંભીર ગુનાં નોંધાઇ ચૂક્યાં છે..હાલ તો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એ હનીફ ની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો