Bollywood/ વિરાટ-અનુષ્કાએ શેર કરી દીકરીની પહેલી તસવીર, જાણો શું પાડ્યું નામ…

અનુષ્કા શર્માએ એક સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમ જ તેમની બાળકી પણ જોવા મળી રહી છે. જો કે ફોટામાં પુત્રીનો ચહેરો દેખાઈ રહ્યો નથી.

Entertainment

11 જાન્યુઆરી 2021 ના ​​રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે એક નાની પરીનો  જન્મ થયો. જે બાદ હવે  વિરુષ્કાએ આજે ​​પુત્રીનું નામ ચાહકો સાથે શેર કર્યું છે. વિરુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. અનુષ્કા શર્માએ દીકરી અને પતિ વિરાટની સાથે ક્યૂટ તસવીર પણ શેર કરી છે. ચાહકોને આ ફેમિલી ફોટોનો ખૂબ લાઈક કરી રહ્યા  છે અને કોમેન્ટ કરીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

અનુષ્કા શર્માએ એક સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમ જ તેમની બાળકી પણ જોવા મળી રહી છે. જો કે ફોટામાં પુત્રીનો ચહેરો દેખાઈ રહ્યો નથી. પરંતુ આ કપલે પુત્રીનું નામ ફેન્સ સાથે શેર કર્યું છે. આ તસવીરની સાથે અનુષ્કાએ પુત્રીનું નામ પણ લખ્યું છે અને એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.

https://www.instagram.com/p/CKvOEpOpEG_/?utm_source=ig_web_copy_link

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમે પ્રેમ કરતા એક સાથે રહ્યા, અમારા  પ્રેમ અને વિશ્વાસને ‘વામિકા’ના આગમનથી એક નવો મુકામ મળ્યો છે. થોડીવારમાં આંસુ, ખુશી, ચિંતા અને આનંદ – બધું સમજાઈ ગયું. આપણી નિંદ્રા  ગુમ છે, પણ હૃદય ભરેલું છે. તમારા બધાના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. “

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો