બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વેલેન્ટાઇન વીકની શરૂઆત થતાં જ તેના ચાહકોને એક પ્રેમભરી ભેટ આપી છે. સિદ્ધાર્થે ‘રોઝ ડે’ પર પ્રેમ ભરેલા ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે. સિદ્ધાર્થના આ મ્યુઝિક વીડિયોનું ટાઇટલ ‘થોડા થોડા પ્યાર’ છે. આ મ્યુઝિક વીડિયોનું ટીઝર અભિનેતા દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું હતું.
https://www.instagram.com/p/CK-qqbEBFr0/?utm_source=ig_web_copy_link
‘થોડા થોડા પ્યાર’ મ્યુઝિક વીડિયોના ટીઝરને શેર કરતાં અભિનેતાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું- ‘તમને બધા તૈયાર થઇ જાવ પ્રેમમાં ડૂબવા માટે ‘થોડા થોડા પ્યાર’ દ્વારા. 12 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહ્યું છે, ‘થોડા થોડા પ્યાર’> મ્યુઝિક વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અભિનેત્રી નેહા શર્મા જોવા મળી રહી છે. આ મ્યુઝિક વીડિયોનું નિર્દેશન બોસ્કો લેસ્લી માર્ટિસે કર્યું છે.
https://www.instagram.com/p/CKLbYebhev7/?utm_source=ig_web_copy_link
આ મ્યુઝિક વીડિયોમાં એક કોફી શોપમાં એક છોકરી કોઈ છોકરાને કેવી રીતે મળે છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે તે વિશે એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ટીઝરમાં નેહા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી એકદમ આશ્ચર્યજનક છે.
https://www.instagram.com/p/CGsX6NGB9gM/?utm_source=ig_web_copy_link
વર્ક ફ્રન્ટ વિશે વાત કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખનઉમાં થઈ રહેલી તેની આગામી ફિલ્મ મિશન મજનુનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય સિદ્ધાર્થ અજય દેવગન અને રકુલ પ્રીત સાથે ફિલ્મ ‘થૈંક ગોડ’માં જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
