પ્રેમમાં પડ્યા બાદ ઘણા પ્રેમીઓને બ્રેકઅપ થતુ હોય છે, આ વાત તમે તમારા નજીકમાં ક્યારેક તો સાંભળી જ હશે. મોટાભાગનાં કિસ્સાઓમાં, એવું જોવામાં આવે છે કે, પ્રેમમાં ઠોકર ખાતો આશીક તેની ગર્લફ્રેન્ડથી બદલો લેવા આઈએએસ, આઈપીએસની તૈયારી શરૂ કરી દેતા હોય છે. આ સિવાય કેટલાક પ્રેમીઓ એવા પણ હોય છે કે જે હિંસા પર ઉતરી આવે છે.
આ સંબંધમાં, આજે અમે તમને એક પ્રેમી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે તેની ગર્લફ્રેન્ડ સાથે બદલો લેવા માટે તેની સ્કૂટીને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં, આ વ્યક્તિએ તેની પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો છે. અહીં એક વિદ્યાર્થીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ સંજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, સંજયે બ્રેકઅપ પછી તેની સ્કૂટીને આગ લગાવી દીધી, સાથે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વિદ્યારણ્યપુરા જિલ્લાની રહેવાસી યુવતીએ જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલા તેની માતાએ તેમના સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો.
માતાનાં વાંધા પછી, છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથેનાં બધા સંબંધો તોડી નાખ્યા હતા. બ્રેકઅપ પછી સંજયે વિચિત્ર કામો શરૂ કરી દીધા. છોકરીએ જણાવ્યું કે, બ્રેકઅપ થયા બાદ તે સતત તેની પર માનસિક ત્રાસ આપતો હતો. છોકરીનાં મતે ગયા મહિને 12 જાન્યુઆરીએ તે તેના ઘરે આવી ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, પ્રેમીએ ઘરે આવીને યુવતીની માતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તે હવે તેની સાથે વાત કરવા માંગતી નથી. છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સંજયે તેની સ્કૂટી પર પેટ્રોલ ફેંકી આગ લગાવી દીધી હતી. વધુમાં તેણે જણાવ્યું કે, તેની સ્કૂટી ઘરની બહાર ઉભી હતી. તેટલુ જ નહી સીસીટીવી ફૂટેજમાં સંજય તેની સ્કૂટીમાં આગ લગાડતો જોવા પણ મળી રહ્યો છે. હાલ પોલીસે છોકરીની ફરિયાદનાં આધારે કેસની તપાસ શરૂ કરી છે.
OMG! / આ ઝાડ પર આવે છે છોકરીઓના આકારનું ફળ, જાણો શું છે હકીકત
અજબ-ગજબ / દુનિયાનો એવો દેશ જ્યા દારુ પીધા બાદ પણ મંત્રી રજૂ કરી શકે છે બજેટ
OMG! / આંખ પર પટ્ટી બાંધીને આ છોકરી કરે છે એવું અજીબ કામ કે તમે વીડિયો જોઇને આશ્ચર્ય થઇ જશો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
