ચીનમાં ભલે કોરોના વાઈરસનો કહેર નથી વર્તાઈ રહ્યો. પરંતુ આજે પણ કોરોનાથી થથરી રહેલા અમેરિકાના એક નિષ્ણાતે ચીન ઉપર કોરોના નાગેના તથ્યો છુપાવવાનો આરોપ લગાવ્યો છે. યુએસના વિદેશ સચિવ ટોની બ્લિંકેને કેટલાક દિવસો પહેલા બેઇજિંગને કોરોનાના પ્રસાર માટે જવાબદાર ગણાવ્યું હતું. અને એમ પણ કહ્યું હતું કે તેણે કોરોના સંબંધિત માહિતી માટે પારદર્શક અભિગમ અપનાવવો જોઈએ.
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના એક પ્રોફેસરના જણાવ્યા અનુસાર ચાઇના હજી પણ દર્દીઓની સંખ્યા અંગે ખોટું બોલે છે. પ્રોફેસર સ્ટેનલી રોઝને ફોક્સ ન્યૂઝને ઈ-મેલ દ્વારા જણાવ્યું હતું કે ડેટાની અચોક્કસતાનું સૌથી મોટું કારણ સ્થાનિક સત્તાવાળાઓ છે, જે કેન્દ્ર સરકારને ડેટા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે આ આંકડા સંપૂર્ણ રીતે યોગ્ય નથી છતાં ચીન રોગચાળાને રોકવા માટે સારું કામ કરી રહ્યું છે.
ચીનના રાજકારણ નિષ્ણાત રોઝને કહ્યું કે સંક્રમિત દર્દીઓમાં કોઈ લક્ષણો ન હોવાવાળા દર્દીઓનો સમાવેશ થતો નથી. જો કે આવા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેમણે કહ્યું, ‘જ્યારે પારદર્શિતા આવે ત્યારે ચીનનું વલણ ખૂબ બેજવાબદાર છે. આવી સ્થિતિમાં તે જાણવાનું ખૂબ જ મુશ્કેલ છે કે તેણે આપેલા આંકડા કેટલી હદે યોગ્ય છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીના રોગશાસ્ત્ર વિભાગના વડા ડો. સ્ટીફન ઇ. હાવિસે કહ્યું હતું કે ચીને માત્ર રોગચાળાની માહિતી છુપાવી દીધી નથી, પરંતુ દેશની અંદર રોગચાળાને રોકવા માટે પૂરતા પગલા પણ ભર્યા નથી.
વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ
threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
