International/ એમેઝોનના ચીફ જેફ બેઝોસ પોતાનું પદ છોડી રહ્યાં છે, તેઓ આગામી સમયમાં પોતાના સ્પેસ બિઝનેસ બ્લૂ ઓરિજીનમાં વધારે ધ્યાન આપવા માગે છે તેથી તેઓએ આ નિર્ણય લીધાનું ખૂલ્યું | ઈલોન મસ્કની બિટકોઈનમાં રોકાણની જાહેરાત પછી બિટકોઈન જોરદાર તેજીમાં, બિટકોઈન હવે 47 હજાર ડોલરની સપાટીએ પહોંચી ગયો | કોરોનાના કપરા કાળમાં પણ નોર્થ કોરિયાએ પોતાનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ હોલ્ટ પર ન મુકીને તેમાં નવી વૃદ્ધિ કરી હોવાના અહેવાલ | US માર્કેટમાં વધુ એકવાર રેકોર્ડ કારોબાર વચ્ચે એશિયાના તમામ સ્ટોક એક્સચેન્જમાં આજે તેજીની સંભાવના, મોટાભાગના સેક્ટર પોઝિટિવ રહી શકે | રવિવારે અમેરિકામાં લાંબા ગાળા બાદ નવા કેસનો આંકડો 1 લાખની અંદર રહ્યો, સોમવારે પણ આંકડો લાખની અંદર જ રહે તેવું છેલ્લાં અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું | અમેરિકામાં કુલ કેસ 2.77 કરોડ નોંધાયા, જયારે કે અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ 4.76 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યાં | બ્રાઝીલમાં પણ ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવા સંકેત, બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં આંકડો 25 હજાર આજુબાજુ, એક દિવસ અગાઉ પણ એવી જ સ્થિતિ હતી | પોણા બે કરોડ રિકવરી સાથે યુએસ વિશ્વમાં પ્રથમ ક્રમે, જો કે ફ્રાન્સમાં રિકવરી સૌથી મોટી ચિંતાનો વિષય, અહીં માત્ર 2.33 લાખ જ રિકવરી નોંધાઈ, 30 લાખથી વધુ એક્ટિવ કેસ

Breaking News