Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમાજ કે પરિવાર તેમના પ્રેમ સંબંધમાં દખલ કરશે અને દુનિયા તેમને સાથે રહેવા દેશે નહીં તે ડરથી, એક યુવક અને એક સગીર છોકરીએ એકસાથે આત્મહત્યા (Suicide) કરી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો. પ્રેમીઓએ યુવકના ઘરે આત્મહત્યા કરી. આ ઘટનાથી બંને પરિવારો આઘાતમાં છે. પરિવારના સભ્યો કહે છે કે તેમને તેમના સંબંધ વિશે કોઈ જાણકારી નહોતી.
સવારે ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide)
અહેવાલ મુજબ, આ ઘટના આજે સવારે 11:00 વાગ્યાની આસપાસ બોરવાવ ગીર ગામમાં રહેતા એક યુવકના ઘરે બની હતી. યુવક અને સગીર છોકરીએ એક જ ઘરમાં એકસાથે આત્મહત્યા (Suicide) કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેમ સંબંધનો મામલો હતો અને સામાજિક વિરોધના ડરથી આ પગલું ભર્યું હતું.
બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં, બોરવાવ બીટ જમાદાર પ્રવીણ વાડી સહિત તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને ત્યારબાદ હોસ્પિટલ ગયો. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ (Postmortem) માટે તાલાલા સરકારી હોસ્પિટલ (Government Hospital)માં મોકલી આપ્યા છે.
ગામમાં શોકનું મોજું
બોરવાવ ગીરના લુશાળા રોડ પર પાકિસ્તાન (Pakistan) વિસ્તાર તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં એક યુવાન અને એક સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી, જેના કારણે બોરવાવ ગામ અને તાલાલા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ. તેમના એક સાથે મૃત્યુના સમાચારથી બોરવાવ ગીર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તાલાલા પોલીસે અકસ્માત (Accident) મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બંને વચ્ચેના સંબંધ અને આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે પોલીસ પરિવારની પૂછપરછ કરી રહી છે.
માતા લાકડા એકત્ર કરવા ગઈ હતી, દીકરાએ ભર્યું અંતિમ પગલું
મૃતક યુવાનની માતા લાકડા એકત્ર કરવા ગામમાં ગઈ હતી. સવારે 10:30 વાગ્યે, યુવકે તેની માતાને ફોન કરીને કહ્યું, “હું લાકડાં લેવા આવીશ.” તેની માતાએ જવાબ આપ્યો, “ના, હું હમણાં જ આવું છું.” જ્યારે માતા ઘરે પહોંચી, ત્યારે યુવકે યુવતીએ દોરડામાં બે ગાંઠ બાંધી, ખુરશી પર ચઢી, પગથી ખુરશી દૂર કરી અને બંનેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી.
આ પણ વાચો:વડોદરા પાણીગેટ પોલીસ લોકઅપમાં આરોપીની આત્મહત્યા
આ પણ વાચો:સાબરમતી જેલમાં કેદીની આત્મહત્યા
આ પણ વાચો:સુરતમાં અજાણી મહિલાએ 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાળકનું મોત
