Election/ પશ્ચિમ બંગાળમાં BJP નેતાની કાર પર બોમ્બ અને ગોળીઓથી કરાયો હુમલો

જેમ જેમ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિંસા વધી રહી છે.

India

જેમ જેમ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિંસા વધી રહી છે. બંગાળમાં ભાજપનાં નેતાઓ પર હુમલાનાં અહેવાલો હવે જાણે સામાન્ય બની ગયા છે. આપને જણાવી દઇએ કે, શનિવારે સાંજે ભાજપનાં નેતા બાબુ માસ્ટરની કાર રોકવામાં આવી હતી અને તેમના પર બોમ્બ અને ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ભાજપનાં નેતા સહિત તેમનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલાનાં પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, હુમલો કરનારાઓની સંખ્યા 10 થી 12 છે. એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ઉત્તર 24 પરગણામાં જિલ્લા પાર્ટી ઓફિસમાં સભામાં ભાગ લીધા બાદ આજે કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ વિસ્તારનાં પ્રભાવશાળી નેતા બાબુ માસ્ટર ગયા વર્ષે ડિસેમ્બરમાં તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે આ ત્રાસવાદી હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને પૂરી રીતે નકારી દીધા છે.

મળતી માહિતી મુજબ, ભાજપનાં નેતાઓ શનિવારે સાંજે કોલકાતા પરત ફરી રહ્યા હતા. રસ્તામાં મીનાખાન પોલીસ સ્ટેશન હેઠળ બાસંતી હાઈવે પર બ્રેકર પાસે જેવુ તેમનું વાહન ધીમું થઈ. અગાઉથી તાકમાં બેઠેલા બદમાશોએ બોમ્બ અને ગોળીઓ વડે હુમલો કરી દીધો હતો અને ગુનો નોંધી ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતો, પરંતુ બોમ્બ ધડાકાને કારણે બાબુ માસ્ટર અને ડ્રાઈવર ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Political / યોગ્ય સમય આવશે ત્યારે J&K ને આપવામાં આવશે પૂર્ણ રાજ્યનો દરજ્જો: અમિત શાહ

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

Union Budget / મહામારીના કપરા સમયમાં પણ સરકારે આર્થિક સુધારા માટે ભર્યા પગલા : નાણામંત્રી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ