NRI/ UN મહાસચિવ પદ માટેનાં ચૂંટણી જંગમાં ભારતીય મુળની આકાંક્ષા અરોડાએ ઝંપલાવ્યું

સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતીય મૂળની આકાંક્ષા એરોડાએ આગામી મહાસચિવનાં પદ માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી છે

World

સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતીય મૂળની આકાંક્ષા એરોડાએ આગામી મહાસચિવનાં પદ માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી છે, આકાંક્ષા હાલ UN વિકાસ કાર્યમાં પરીક્ષા સમન્વયક તરીકે કાર્યરત છે.

આકાંક્ષા સંયુક્ત રાષ્ટ્રનાં હાલનાં મહાસચિવ એન્ટોનિયો ગુતરેસ વિરૂધ્ધ ઉમેદવારીની ઘોષણા કરનાર સૌપ્રથમ વ્યક્તી બની છે, અત્રે ઉલ્લેખનીય છે કે UN નાં 75 વર્ષનાં ઇતિહાસમાં કોઇ પણ મહિલા મહાસચિવ બની નથી. 34 વર્ષીય આકાંક્ષાએ કહ્યું કે, તે દુનિયાનાં ટોચનાં રાજનૈતિક પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતરશે, તે અરોડા ફોર એસજી અભિયાન પણ આ મહિનાથી શરૂ કરશે. તેણે જણાવ્યું કે, તેમની પહેલા આવેલા લોકો UNને જવાબદાર તંત્ર બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, એટલા માટે તે મહાસચિવનાં પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે.

હાલમાં UNનાં 71 વર્ષિય મહાસચિવ ગુતરેસ મહાચસિવનાં પદ માટે બીજી વખત ઉભા રહ્યા છે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પુરો થઇ ગયો છે, તે UNમાં 9 માં મહાસચિવ છે, UN મહાસચિવનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.

USA / બિડેન સરકાર 25,000 શરણાર્થીઓને અમેરિકા આવવા માટે આપશે હરી ઝંડી

Accident / અમેરિકાના ટેક્સાસમાં ઘટી મોટી દુર્ઘટના, હાઇવે પર 130 ગાડીઓ વચ્ચે ટક્કર થતા 6 નાં મોત

CHIN / ચીને મુક્યો BBC પર પ્રતિબંધ, કોરોનાવાયરસ અને મહિલાઓ સાથે ગેંગરેપની ખબરો કરેલી ઉજાગર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ