Wedding/ છૂટાછેડા બાદ ફરી લગ્ન કરી રહી છે દિયા મિર્ઝા, હાથોમાં લગાવી વૈભવના નામની મહેંદી

દિયા મિર્ઝાના વાયરલ ફોટામાં વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આટલું જ નહીં, તેના હાથ પર મહેંદી અને ચહેરાના ગ્લો બતાવે છે કે તે એકદમ ખુશ છે.

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે સાત ફેરા લેશે. દીયાએ તેના હાથ પર વૈભવ નામની મહેંદી પણ લગાવી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની મહેંદીની તસવીર શેર કરી છે. દીયાએ વૈભવના નામની ખૂબ જ સુંદર મહેંદી લગાવી છે. દિયાએ આ ફોટો શેર કરતી વખતે લખ્યું પ્યાર.

तलाक के बाद फिर शादी रचा रही हैं दीया मिर्जा, लगाई वैभव रेखी के नाम की मेंहदी, सामने आई Photo

દિયા મિર્ઝાના વાયરલ ફોટામાં વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આટલું જ નહીં, તેના હાથ પર મહેંદી અને ચહેરાના ગ્લો બતાવે છે કે તે એકદમ ખુશ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીયા ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક અહેવાલ  મુજબ, દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ વૈભવ સાથે સાત ફેરા લેશે, જેમાં તેના કેટલાક ખાસ મિત્રો, પરિવારના સભ્યો જ સામેલ થશે. આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવામાં આવશે જેમાં ફક્ત બન્ને પક્ષની નજીકના લોકો જ ભાગ લઈ શકશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન દિયા અને વૈભવની મિત્રતા વધી હતી. અને બંનેએ એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો. ચાલો તમને જણાવી દઈએ કે વૈભવ મુંબઇના ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. ઉપરાંત, તે જાણીતા યોગ પ્રશિક્ષક સુનાઇના રેખીના પતિ હતા. સુનૈના અને વૈભવને એક પુત્રી પણ છે. દીયાના પહેલા લગ્ન સાહિલ સંઘ સાથે થયા હતા. ત્યારબાદ 11 વર્ષ સુધી એક સાથે રહ્યા બાદ બંનેએ 2019 માં સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Dadlani (@poojadadlani02) 

મળતી માહિતી અનુસાર,  ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.

ઉલ્લેખનીય છે કે દિયા મિર્ઝાએ સાહિલ સંઘા સાથે  લગ્ન  કર્યાં હતા. પણ 11 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. દિયા મિર્ઝાએ સાહિલ સાથે જુદા થવાની જાહેરાત 2019માં કરી હતી. દિયાએ તેનાં જુદા થવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હત અને લખ્યુ હતું કે ભલે બંને અલગ થઈ રહ્યાં છીએ પણ સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. અમે હંમેશા સારા મિત્રો રહીશું અને એકબીજાને સન્માન આપીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ