National/
ત્રણેય નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો આજે દેશભરમાં રેલ રોકો અભિયાન ચલાવી રહ્યાં છે, રેલવેએ આ પરિસ્થિતિને પહોંચી વળવા વધારાની 20 ટુકડીઓ તૈનાત કરી | અમિત શાહ આજથી બે દિવસીય પ.બંગાળ યાત્રા પર, તેઓ પરિવર્તન યાત્રાનો પ્રારંભ પણ કરાવશે | પ.બંગાળમાં મમતા બેનરજીના મંત્રી ઝાકિર હુસૈન પર ક્રૂડ બોમ્બથી હુમલો થયો, તેમને હાલમાં સારવાર અર્થે ખસેડાયા, મંત્રીની હાલત હાલમાં સ્થિર | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્રા યોજનાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે, ધુબરી-ફૂલબારી પૂલનો શિલાન્યાસ પણ કરશે | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 12,500 નવા કેસ નોંધાયા, જ્યારે કે રિકવરી પ્રમાણમાં થોડી ઓછી નોંધાઈ, છેલ્લાં 24 કલાકમાં 11,800 લોકો કોરોના મુક્ત થયા | દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેરળમાં સર્વાધિક 4,900 નવા કેસ નોંધાયા, આ તરફ મહારાષ્ટ્ર પણ કેરળની લગોલગ, મહારાષ્ટ્રમાં પણ છેલ્લાં 24 કલાકમાં 4,800 નવા કેસ નોંધાયા | દેશના 30થી વધુ રાજ્યોમાં 3 હજારથી ઓછા કેસ જ્યારે માત્ર 2 જ રાજ્યોમાં 9,700 કેસ નોંધાયા, એટલે કે કેરળ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ નવા કેસના 80 ટકા જેટલાં કેસ નોંધાયા | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 1.34 લાખ, છેલ્લાં કેટલાંક દિવસથી એક્ટિવ કેસની સંખ્યા સ્થિર, નવા કેસ અને રિકવરી સમાન રહેતાં આ સ્થિતિ ઉભી થઈ | દેશમાં વેક્સિનેશન પૂરજોશથી ચાલુ, ત્યારે બુધવારે સાંજ સુધીમાં દેશમાં કુલ વેક્સિનેશન 90 લાખની સપાટીએ પહોંચ્યું
