judges/ આ યુવતીએ બોમ્બે હાઇકોર્ટના જ્જને મોકલ્યા 150 કોન્ડોમ, જાણો શા માટે?

ગુજરાતના અમદાવાદમાં રહેતી એક મહિલાએ બોમ્બે હાઈકોર્ટના જ્જ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ મોકલ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા સગીર સાથે જાતીય શોષણના મામલે જ્જના નિર્ણયથી ગુસ્સે છે. ગયા મહિને બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચે ચુકાદો આપ્યો હતો કે કપડાની ઉપર સગીરને સ્પર્શ કરવો તે જાતીય શોષણ માનવામાં આવશે નહીં. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશને […]

India

ગુજરાતના અમદાવાદમાં રહેતી એક મહિલાએ બોમ્બે હાઈકોર્ટના જ્જ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ મોકલ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા સગીર સાથે જાતીય શોષણના મામલે જ્જના નિર્ણયથી ગુસ્સે છે. ગયા મહિને બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચે ચુકાદો આપ્યો હતો કે કપડાની ઉપર સગીરને સ્પર્શ કરવો તે જાતીય શોષણ માનવામાં આવશે નહીં.

બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશને 150 કોન્ડોમ મોકલનાર મહિલાનું નામ દેવશ્રી ત્રિવેદી છે. દેવશ્રીએ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયના વિરોધમાં જુદા જુદા 12 સ્થળોએ કોન્ડોમ મોકલ્યા છે. આમાં જ્જ પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલાની ચેમ્બર સામેલ છે.

Image result for bombay high court

મહિલાએ પ્રેમી સાથે મળીને ઘરના સ્ટોર રુમમાં દફનાવ્યો પતિનો મૃતદેહ, પત્નીની સામાન્ય ભૂલથી ખૂલ્યું રાઝ

ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં દેવશ્રીએ કહ્યું કે હું આવા અન્યાયને સહન કરી શકતી નથી. જસ્ટિસ ગનેડીવાલાના નિર્ણયને લીધે, જાતીય શોષણનો ભોગ બનેલી સગીર છોકરીઓને ન્યાય મળશે નહીં. હું માંગ કરું છું કે જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે.

જાતીય શોષણ અંગે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચે ગયા મહિને જાન્યુઆરીમાં સગીર સાથે જાતીય શોષણના કેસમાં ચુકાદો આપ્યો હતો કે સગીરને તેના કપડા ઉતાર્યા વગર સ્પર્શ કરવો જાતીય શોષણ તરીકે ગણી શકાય નહીં. તેને પોક્સો એક્ટ હેઠળ જાતીય શોષણ તરીકે ગણાતી નથી..

જોકે, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચની રજિસ્ટ્રી ઓફિસે કહ્યું છે કે તેઓને કોન્ડોમના પેકેટ મળ્યા નથી. અમે દેવશ્રી ત્રિવેદી સામે પગલાં લેવાની માંગણી કરીએ છીએ.