Ahmedabad/ સોલા સિવિલમાં ઘોર બેદરકારી, ઓપરેશન ન થતાં દર્દીનાં જીવ જોખમમાં મુકાયા

રાજ્યમાં કોરોનાનાંં દર્દીઓનો આંક દિવસો જતા ઘટી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી થઇ રહી છે.

Ahmedabad Gujarat
  • અમદાવાદ સોલા સિવિલમાં ઘોર બેદરકારી
  • 5 દિવસથી સર્જરી અને ઓપરેશન બંધ
  • ઓપરેશન ન થતાં દર્દીના જીવ જોખમમાં
  • સોલા સિવિલમાં તમામ વિભાગના AC બંધ
  • બિલ ભરાયું નહિ હોવાથી ACબંધ
  • ઇમરજન્સી સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ તાળવે
  • PIU વિભાગની બેદરકારીના કારણે હાલાકી

રાજ્યમાં કોરોનાનાંં દર્દીઓનો આંક દિવસો જતા ઘટી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. આ વચ્ચે અમદાવાદનાં સોલા સિવિલમાં ઘોર બેદરકારી થઇ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Election: કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે આવ્યા મહત્વનાં સમાચાર

આપને જણાવી દઇએ કે, હોસ્પિટલમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ જ્યારે આ દર્દીઓનાં જીવ હોસ્પિટલમાં જોખમમાં મુકાય ત્યારે તંત્રની બેદરકારી ખુલ્લી પડી જતી હોય છે. આવુ જ કઇંક અમદાવાદની સોલા સિવિલમાં થઇ રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર, અહી 5 દિવસથી સર્જરી અને ઓપરેશન બંધ છે. ઓપરેશન ન થતા દર્દીનાં જીવ જોખમમાં મુકાયા છે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

તેટલુ જ નહી અહી તમામ વિભાગનાં AC પણ બંધ છે. કહેવાઇ રહ્યુ છે કે બિલ ભરાયું નથી જે કારણે AC બંધ છે. ત્યારે ઈમરજન્સી સારવાર લઇ રહેલા દર્દીઓનાં જીવ તાળવે પહોંચી ગયા છે. PIU વિભાગની બેદરકારીનાં કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ