રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે કેટલાંક એવા મહામૂલા મતદારો મતદાન કરતા જોવા મળ્યાં જેને ખરા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ બજાવી. લોકશાહીનું અને મતદાનનું મહત્વ સમજાવ્યું છે.
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે લોકશાહીના આ પર્વમાં કેટલાંક એવા મતદારો પણ જોવા મળ્યાં કે જેઓએ ખરા અર્થમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જાગૃત નાગરિકની ફરજ બજાવી હતી. સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નારણપુરાના એક મતદાન કેન્દ્ર પર 85 વર્ષના અરવિંદ જોશી નામના વડીલ મતદાર ચાલી ન શકતા હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યાં હતાં. અને યુવાનોને મતદાન કરવાની અપીલ કરી હતી.તો રાજકોટમાં પણ એક વયોવૃદ્ધ દંપતિએ લાકડીના ટેકે મતદાન મથકે પહોંચીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
વડોદરા / સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો
Election / રાજ્યસભાના બિનહરીફ ઉમેદવાર રામભાઇ મોકરિયાએ પરિવાર સાથે કર્યું મતદાન
જ્યારે અન્ય એક 75 વર્ષીય વૃદ્ધ પણ લાકડીના સહારે મતદાન કરવા આવ્યાં હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો યુવાનો પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવામાંથી બાકાત રહ્યાં ન હતાં. રાજકોટમાં આવા જ એક દિવ્યાંગ યુવકે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. અને આંગળી પર લાગેલી લોકશાહી પર્વની શ્યાહીને દર્શાવીને ગૌરવ અનુભવ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં એક વરરાજાએ લગ્ન પહેલાં મતદાન કર્યુ હતું. વરરાજાએ પોતાના નવા જીવનની શરૂઆત કરતાં પહેલાં મતદાન પછી બીજા કામ એ સુત્રને સાર્થક કર્યું હતું અને યુવાનોને મતદાનના મહત્વનો સંદેશ આપ્યો હતો. આવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા હતાં. સુરતના વોર્ડ નંબર-16માં એક સોળ શણગાર સજેલી દુલ્હને પોતાના લગ્ન પહેલા મતદાનની મંગળ વીધી નીભાવી હતી.
તો વડોદરામાં ફતેપુરા બુથ ખાતે એક નેપાળી યુવકે લગ્ન પહેલાં મતદાન કર્યુ હતું. લગ્નના પોષાકમાં સજ્જ નેપાળી વરરાજાએ મતદાન કર્યાં બાદ લગ્નની વીધી માટે રવાના થયાં હતાં.
