Gujarat/ ગુજરાતમાં મનપાના પરિણામો બાદ ભાજપ – કોંગ્રેસ વચ્ચે નવા સમીકરણો રચાવાની શક્યતા

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા-જામનગર અને ભાવનગરના ચૂંટણી પરિણામે રાજકીયપક્ષને આશ્ચર્યચક્તિ કરી દીધા છે.

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય – કોંગ્રેસનો કરૂણ રકાસ અને આપ-બસપા અને એઆઇએમઆઇએમનો પ્રવેશ થયો છે.ત્યારે આગામી પંચાયત-પાલિકાની ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણી -2022 પર બંન્ને મુખ્યરાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ અસર થતાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ રચાઇ શકે છે.

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા-જામનગર અને ભાવનગરના ચૂંટણી પરિણામે રાજકીયપક્ષને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. ગુજરાતમાં આજ સુધી મુખ્યરાજકીયપક્ષ તરીકે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ જ કાયમી અસ્તિત્વમાં રહ્યા છે. જો કે ત્રીજા રાજકીયપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાન મેળવવા ગુજરાતના જ અનેક દિગ્ગજનેતા દ્વારા પ્રયાસ થયા છે.

                  નેતા                                      રાજકીયપક્ષ

  • -શંકરસિંહ વાઘેલા         –      રાષ્ટ્રીય જનતા પાર્ટી ( આરજેપી)
  • -કેશુભાઇ પટેલ              –       ગુજરાત પરિવર્તન પાર્ટી ( જીપીપી)
  • -ગોરધન ઝડફિયા         –       મહાગુજરાત જનતા પાર્ટી  (એમજેપી)

પરંતુ એકપણ રાજકીયપક્ષ આજ સુધી સફળ રહ્યા નથી. આ નેતાઓ ગુજરાત પર રાજકીયદ્રષ્ટિએ સારૂં પ્રભુત્વ તે સમયે પણ ધરાવતાં હતા. પરંતુ પ્રજાએ તેમને જાકારો આપ્યો હતો જ્યારે આજે આમઆદમી પાર્ટી તરીકે ગુજરાત બહારના પરંતુ દિલ્હીમાં શાસનકર્તા રહેલાં અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ આપ પાર્ટીએ ગુજરાતમાં પ્રવેશ કરીને સૌ-પ્રથમવાર કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કર્યા એટલું જ નહીં પરિણામમાં આપનું પ્રતિનિધિત્વ ઝળક્યું છે અને સુરતથી તેનો પ્રારંભ થયો છે. કોર્પોરેશનમાં વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ આપ સફળ પુરવાર થયો છે.આ રીતે  તાજેતરમા આયોજીત કોર્પોરેશનની ચૂંટણીમાં નવો રાજકીય ઇતિહાસ સર્જ્યો છે અને ભાજપ-કોંગ્રેસના સિનિયરનેતાઓને પણ કલ્પના નહીં હોય એ રીતે ત્રીજા રાજકીયપક્ષ તરીકે કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે..એટલું જ નહીં પ્રજાએ ત્રીજા રાજકીયપક્ષને સ્વીકારવાનો સ્પષ્ટ સંકેત આપ્યા છે.

કયા રાજકીય પક્ષનો પ્રવેશ કેવી રીતે ?

        રાજકીય પક્ષ                   નેતૃત્વ                               પરિણામ

  • આપ                           -અરવિંદ કેજરીવાલ             –     27 બેઠક
  • બસપા                         -માયાવતી                          –      3  બેઠક
  • એઆઇએમઆઇએમ    – ઓવૈસી                             –     7   બેઠક

ગુજરાતમાં અવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપ પાર્ટીએ રાજકીય સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે આગામી સમયમાં 28-મી-એ યોજાનારી પંચાયત-પાલિકાની ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભા-2022ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંન્ને મુખ્યરાજકીપક્ષ માટે કસોટી સમાન પુરવાર થશે એ નિશ્ચિત છે.ત્યારે કોંગ્રેસ તો પક્ષના જ આંતરિક કકળાટના કારણે કોરાણે મૂકાયો છે.પરંતુ ભાજપે વિજયધ્વજ લહેરાતો રાખવા હવે પછીની ચૂંટણીમાં નવી રણનીતિ અજમાવવી પડશે , તે આ પરિણામે બતાવી આપ્યું છે.તો આપ અને અન્ય પાર્ટીએ પ્રજાનો વધુ ને વધુ વિશ્વાસ સંપાદન કરવા આગળ વધવું પડશે.તો જ ત્રીજા રાજકીયપક્ષ તરીકેનું અસ્તિત્વ ગુજરાતમાં સફળ થઇ શકશે.