Not Set/ નવરાત્રીના છઠ્ઠા નોરતે કરો માં કાત્યાયની આરાધના

૨૧ સપ્ટેમ્બરથી શરુ થયેલી નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે. માતાનું સ્વરૂપ અત્યંત સુંદર, સૌમ્ય અને મોહક છે તેમજ ધર્મ, અર્થ , કામ અને મોક્ષ પ્રદાન કરનારું છે. એવું કહેવાય છે કે, કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતીની […]

Uncategorized

૨૧ સપ્ટેમ્બરથી શરુ થયેલી નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે. માતાનું સ્વરૂપ અત્યંત સુંદર, સૌમ્ય અને મોહક છે તેમજ ધર્મ, અર્થ , કામ અને મોક્ષ પ્રદાન કરનારું છે.

એવું કહેવાય છે કે, કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરવા ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે, માતા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે. માતા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારથી માતાનું નામ કાત્યાયની પડ્યુ છે.

માં કાત્યાયની માતાનું આ સ્વરૂપ વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપે પ્રતિષ્ઠિત છે. તેમનું રૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તે સ્વર્ણની સમાન ચમકે છે. તેમની ચાર ભુજા છે. જમણી તરફ ઉપરનો હાથ અભયમુદ્રામાં છે તથા નીચે વાળો હાથ વર મુદ્રામાં છે. માતાની ડાબી તરફના ઉપરના હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળનું ફૂલ શોભે છે. તેમનું વાહન સિંહ છે.