મુંબઇ,
મુંબઇમાં રહેતી એક મોડેલ અભિનેત્રીએ ગુરુવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. મોડેલ અને અભિનેત્રીનું નામ પર્લ પંજાબી છે. આ પહેલા પણ પર્લ બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચૂંકી છે. તે બંનેને વાર બચાવી લેવામાં આવી હતી. પરંતુ ત્રીજો પ્રયાસ જીવલેણ સાબિત થયો. નિષ્ફળતાથી પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ પર્લ માનસિક રીતે પરેશાન હતી. પર્લની તેની માતા સાથે પણ બનતી નહોતી. બંને વચ્ચે ઝઘડા થતાં રહેતા હતા.
![]()
પર્લ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં આવવાનો પ્રયાસ કરી રહી હતી., પરંતુ તે સફળ થઈ શકી નહીં. પર્લના અંગત જીવનમાં પણ મુશ્કેલીઓ આવી રહી હતી. પર્લને નિષ્ફળતાના ભાર નીચે આવીને આત્મહત્યા કરી હતી.
બિલ્ડિંગ સિક્યુરિટી ગાર્ડ બિપિન કુમારે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “પર્લ તેની માતાને બતાવા માટે અહીંથી કૂદી જશે તેવું કહેતી હતી. હું અહિયાથી કૂદીશ. આજે શું થયું તે ખબર નથી. હું ઉપર ગયો કે તરત જ મેં જોયું કે ટેરેસ ગેટ ખુલ્લો છે. થોડો અવાજ પણ થયો હતો. મને લાગ્યું કે રસ્તામાં કોઈ ચીસો પાડતું હશે. ”

ગાર્ડના જણાવ્યા અનુસાર, “હું નીચે આવતાંની સાથે જ. મને તેની માતા ત્રીજા માળે મળી. અમે નીચે આવ્યા ત્યારે અમે જોયું કે તે નીચે પડી છે. આ ઘટના 12.15 થી 12.30 ની વચ્ચે બની હતી.”
આપને જણાવી દઈએ કે પર્લને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઓશીવારા પોલીસ કેસની તપાસ કરી રહી છે. પર્લ લગભાગ 22 થી 25 વર્ષની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
