Not Set/ ડ્રેગન : આ પ્રાણીનું અસ્તિત્વ પૃથ્વી પર ક્યારેય હતું જ નહિ

વિકરાળ રૂપ ધરાવતો ચેહરો, લાંબા દાંત, લાલ ઘૂમ એવી મોટી આંખો, શરીર નો આકાર સર્પાકાર જેવો અને મોમાંથી આગ નીકળતી હોય તેવા ડ્રેગનના ચિત્રો અને ફિલ્મ તમે જોયી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રેગન નામનું કોઈ પ્રાણીનું અસ્તિત્વ ક્યારેય પૃથ્વી પર નહોતું. ડ્રેગન પ્રાણી ચીન અને જાપાનમાં ઘણું લોકપ્રિય છે. એટલું જ નહી […]

Uncategorized

વિકરાળ રૂપ ધરાવતો ચેહરો, લાંબા દાંત, લાલ ઘૂમ એવી મોટી આંખો, શરીર નો આકાર સર્પાકાર જેવો અને મોમાંથી આગ નીકળતી હોય તેવા ડ્રેગનના ચિત્રો અને ફિલ્મ તમે જોયી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રેગન નામનું કોઈ પ્રાણીનું અસ્તિત્વ ક્યારેય પૃથ્વી પર નહોતું.

ડ્રેગન પ્રાણી ચીન અને જાપાનમાં ઘણું લોકપ્રિય છે. એટલું જ નહી પરંતુ ચીનને ડ્રેગન દેશ પણ કહે છે.

ડ્રેગન એ કોઈ જીવિત પ્રાણી નથી, પરંતુ ચીન સહિત ઘણા દેશોમાં પ્રચલિત જૂની વાર્તાનું એક કાલ્પનિક પ્રાણી છે.

ડ્રેગનને શરીરે ભીંગડા વળેલા હોય છે. તે ઊડી શકે છે, મોઢામાંથી આગ પણ ઓકી શકે છે અને તે દૈવી શક્તિ પણ ધરાવે છે તેવી માન્યતા છે.

ચીન અને જાપાનમાં ડ્રેગન ખુજ લોકપ્રિય રહ્યું છે. કેટલાક ડ્રેગન વિકરાળ હોય છે તો કેટલાક સંત કે દેવ જેવા હોય છે. આ પ્રાણી સાથે જાતજાતની પરંપરાગત વાતો વણાયેલી છે.

ચીનમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ પ્રકારના ડ્રેગન જોવા મળે છે.

જાપાનમાં પણ ડ્રેગનની આ પ્રકારની પ્રતિકૃતિ જોવા મળે છે.

તાઈવાનમાં લોનગ્શન મંદિર ઉપર ડ્રેગનની પ્રતિકૃતિ મુકેલી છે.

ડ્રેગન પર  અત્યાર સુધીમાં ઘણી ફિલ્મ જેવી કે બર્થ ઓફ ડ્રેગન , ડ્રેગન વરીઅર્સ , ડ્રેગન વાર , આઈસ ડ્રેગન અને અમેરિકન ડ્રેગન થઇ ચુકી છે.