મુંબઇ,
એક્ટ્રેસ મોની રોયએ ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે પોતાની રણબીર કપૂર સાથેની નવી ફિલ્મને લઇને આશાવાદી છે.મોની રોયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેને રણબીર કપૂર તેનો સૌથી ફેવરીટ એક્ટર છે અને હવે તેની સાથે વધુ ફિલ્મ કરવી છે.

મોની રોય રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહી છે.મોની કહે છે રણબીર કપુર સૌથી સારો સહ કલાકાર છે.બીજી બાજુ ગોલ્ડ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કર્યા બાદ મૌની પાસે સતત સારી ફિલ્મની ઓફર આવી રહી છે.ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ હતી.હવે મૌની એક ફિલ્મ મેઇડ ઇન ચાઇના રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે અને એ સિવાય પણ તેને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે.

મોની જ્હોન અબ્રાહમ સાથે રેમો અકબર વોલ્ટર મૂવીમાં નજરે પડશે.ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ હતી.ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપૂર, અમિત સાઘ અને ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મોની રોય નજરે પડી હતી.ગોલ્ડ પહેલા અક્ષયની કેટલીક ફિલ્મોને સરેરાશ સફળતા મળી હતી.

ટીવી સિરિયલ ક્યો કિ સાંસ ભી કભી બહુથી મારફતે મોનીએ કેરિયરની શરૂઆત કરી હતી. તેની પાસે સારી ફિલ્મો છે.
