Not Set/ IPL 2020/ હવે આ બન્ને ટીમો વચ્ચે થઇ શકે છે સીઝનની પ્રથમ મેચ, CSK નું પત્તુ કટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આ વર્ષે 19 સપ્ટેમ્બરથી થવાની છે. પરંતુ શેડ્યૂલ હજી બહાર પાડવામાં આવ્યું નથી. પહેલા આ દુબઇથી અબુધાબી સુધીની ટ્રાવેલ પ્રોટોકોલને કારણે નક્કી ન થઇ શક્યુ અને પછી સીએસકે ટીમનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. આ સીઝનની શરૂઆત સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે મેચ રમાઇને […]

Uncategorized

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આ વર્ષે 19 સપ્ટેમ્બરથી થવાની છે. પરંતુ શેડ્યૂલ હજી બહાર પાડવામાં આવ્યું નથી. પહેલા આ દુબઇથી અબુધાબી સુધીની ટ્રાવેલ પ્રોટોકોલને કારણે નક્કી ન થઇ શક્યુ અને પછી સીએસકે ટીમનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે.

આ સીઝનની શરૂઆત સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે મેચ રમાઇને થવાની હતી પરંતુ પાછલા અઠવાડિયે તેમના સ્ટાફનાં લગભગ 10-12 સભ્યોનાં પોઝિટિવ ટેસ્ટ પછી યલો આર્મીનો ક્વોરેન્ટાઇન સમય વધારવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ચેન્નઇ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, સુરેશ રૈના થયો IPL-2020 થી બહાર

હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) શરૂઆતની રમતમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પત્તુ કટ થઇ જશે. સીએસકેની સ્થિતિ જોતાં ઉદ્ઘાટન મેચ હવે RCB અને MI વચ્ચે થઇ શકે છે.

સંભવતઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) હોઈ શકે છે કારણ કે પ્રથમ મેચમાં તમારે મેદાન પર સ્ટાર ખેલાડીઓની જરૂર પડશે. જો એમએસ ધોની નથી તો વિરાટ કોહલી તમને જોવા મળી શકે છે. જો કે હજુ CSK ઉદ્ઘાટન મેચ રમશે કે નહીં તે સુનિશ્ચિત નથી, પરંતુ ગવર્નિંગ કાઉન્સિલએ સ્વીચ માટેની તૈયારી કરવી પડશે. આ સમગ્ર માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. દરમિયાન, એવું પણ જાણવા મળ્યું છે કે વાતચીતની બાબતમાં ફ્રેન્ચાઇઝી બીસીસીઆઈથી ખુશ નથી. સુવિધાઓનાં સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ ઉભા થયા છે અને ટીમોને હજી પણ ટ્રેકિંગ ડિવાઇસીસ પ્રાપ્ત થયા નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.