સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે એક અઠવાડિયામાં જ નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે દેશને 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 3 લાખ બનાવટી કંપનીઓ પણ બંધ કરાઈ છે. તેમણે કહ્યું કે બેંકોમાં સારું સંચાલન કરવામાં આવ્યું છે. બેંકોએ ગ્રાહકોનાં હિતમાં હાલનાં સમયમાં ઘોષણાઓ કરી છે
વેગ આપવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે ઘણી મોટી જાહેરાતો કરી. તેમાં સરકાર દ્વારા સંચાલિત બેંકોની નફાકારકતા, લોન રિકવરીનું સ્તર અને નીરવ મોદી જેવા મોટા કૌભાંડો રોકવા માટે કરવામાં આવી રહેલા કામ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક -પંજાબ નેશનલ બેંકમાં ભળી જશે. રાજ્યની માલિકીની 18 માંથી 6 બેન્કો મર્જ કરવામાં આવી છે. મર્જર બાદ હવે ફક્ત 12 સરકારી બેંકો બાકી રહેશે.
Finance Minister Nirmala Sitharaman: Union Bank of India, with Andhra Bank and Corporation Bank shall become the fifth largest public sector bank now. pic.twitter.com/KGZZuaCuEi
— ANI (@ANI) August 30, 2019
ભારત સરકારે અનેક બેંકોના વિલીનીકરણની ઘોષણા કરી છે. આ સમાચાર પછી જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ઘટાડો થયો છે. નાણાં મંત્રાલયે શુક્રવારે 10 બેંકોના વડાને બોલાવ્યા. આમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, કેનરા બેંક, પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, સિન્ડિકેટ બેંક અને આંધ્ર બેંકનો સમાવેશ થાય છે. બાકીની રાજ્ય સરકારની બેંકોનું પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક અને કેનેરા બેંક સાથે જોડાણ જાહેર કરવામાં આવ્યું છે.
Finance Minister Nirmala Sitharaman: We shall continue with 2 banks which will have national presence – Bank of India with Rs 9.3 Lakh Crores of business size and Central Bank with Rs 4.68 Lakh Crores of business size. pic.twitter.com/J7lWuujMag
— ANI (@ANI) August 30, 2019
નાણાં પ્રધાનની મોટી ઘોષણાઓ:
નાણાં પ્રધાને કહ્યું કે બેંકોએ ગ્રાહકોના હિતમાં ઘોષણા કરી છે.
પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર કાર્ય ચાલુ છે.
ત્રણ લાખ બનાવટી કંપનીઓ બંધ કરાઈ છે.
બેંકોમાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે.
બેંકો સારા સંચાલન સાથે કામ કરશે.
250 કરોડથી વધુની લોન પર નજર રાખશે.
મોટી લોનની દેખરેખ માટે એજન્સીની રચના કરવામાં આવશે.
ભાગેડુઓની સંપત્તિ પર કાર્યવાહી ચાલુ રહેશે.
ઓછા સમયમાં વધુ લોનની યોજના
નીરવ મોદી જેવા કેસ રોકવા માટે તકેદારી.
હજી સુધી જાહેર ક્ષેત્રની આઠ બેંકોએ રેપો રેટ આધારિત વ્યાજ દર રજૂ કર્યા છે.
ચાર એનબીએફસીને મુશ્કેલ સંજોગોમાં જાહેર ક્ષેત્રની બેંકોની સહાય મળી છે.
બેંકોના એનપીએ ઘટ્યા છે.
એનપીએ રૂ .7.90 લાખ કરોડ પર આવી ગયું છે.
રાજ્ય સંચાલિત 18 માંથી 14 બેન્કોએ નફો વધાર્યો છે.
બેંકોમાં કર્મચારીઓ ની છટણી નથી કરવામાં આવી.
લોનની વસૂલાત રેકોર્ડ સ્તરે છે.
છૂટક લોનમાં વધારો
પંજાબ નેશનલ બેન્કમાં બે બેંકો, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનું મર્જ થશે.
કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંક મર્જ થશે
ઈન્ડિયન બેંક અને અલાહાબાદ બેંક મર્જ થશે.
યુનિયન બેંક, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક મર્જ થશે.
જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 18 થી ઘટીને 12 થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
