Not Set/ એલટીસી પર કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે આટલા દેશોમાં ફરવા જવાની સુવિધા…

કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) હેઠળ વિદેશ યાત્રા પર જવાની સુવિધા મળી શકે છે. એક અધિકારીના જણાવ્યા મુજબ શ્રમ મંત્રાલયે આ સંબંધિત એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો જેવા કે ગૃહ, પર્યટન, નાગરિક ઉડ્ડયન વગેરે પાસેથી સૂચનો મંગાવાયા છે. વિદેશ મંત્રાલયના આ પ્રસ્તાવમાં 5 એશિયાઈ દેશો કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, […]

Top Stories India

કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) હેઠળ વિદેશ યાત્રા પર જવાની સુવિધા મળી શકે છે. એક અધિકારીના જણાવ્યા મુજબ શ્રમ મંત્રાલયે આ સંબંધિત એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો જેવા કે ગૃહ, પર્યટન, નાગરિક ઉડ્ડયન વગેરે પાસેથી સૂચનો મંગાવાયા છે.

વિદેશ મંત્રાલયના આ પ્રસ્તાવમાં 5 એશિયાઈ દેશો કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કીર્ગીસ્તાન, અને તઝાકિસ્તાનનો ઉલ્લેખ છે. આ દેશોમાં ભારતીયોને પર્યટન માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય એશિયાના દેશોમાં ભારતની પહોંચ વધારવાનો છે. આ પહેલા આ વર્ષે માર્ચમાં કેન્દ્ર સરકારે જાણકારી આપી હતી કે કર્મચારીઓ માટે એલટીસી હેઠળ સાર્ક દેશોમાં ફરવાને સંબંધિત એક પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. સરકારે નિવેદનમાં આ પ્રસ્તાવને અવ્યવહારિક ગણાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે એલટીસી હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીઓની રજા અને યાત્રાની ટિકિટનો ખર્ચો ભરપાઈ કરે છે. આ સુવિધાનો લાભ મોટા પ્રમાણમાં સરકારી કર્મચારીઓને મળે છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ હાલમાં કેન્દ્ર સરકારમાં 48.41 લાખ કર્મચારીઓ છે.