Not Set/ જાણો, વિદેશ મંત્રીના UN સંબોધન વિશે શું કહ્યું ચીને?

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ૨૩ મિનીટ સુધી આપેલા સંબોધનની ચીને નિંદા કરી છે. વિદેશ મંત્રીની સ્પીચ અંગે ચીને જણાવ્યું, યુએનમાં આપવામાં આવેલી સુષ્માની સ્પીચ અભિમાનથી ભરેલી અને પક્ષપાતવાળી હતી પરંતુ સાથે એ વાત એટલી જ સાચી છે પાકિસ્તાન આતંકવાદને સહારો આપી રહ્યા છે. ચીનના સરાકરી ન્યૂઝ પેપરે, ‘ઈન્ડિયાઝ બાઈગોટરીનો મેચ ફોર ઈટ્સ […]

World

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ૨૩ મિનીટ સુધી આપેલા સંબોધનની ચીને નિંદા કરી છે. વિદેશ મંત્રીની સ્પીચ અંગે ચીને જણાવ્યું, યુએનમાં આપવામાં આવેલી સુષ્માની સ્પીચ અભિમાનથી ભરેલી અને પક્ષપાતવાળી હતી પરંતુ સાથે એ વાત એટલી જ સાચી છે પાકિસ્તાન આતંકવાદને સહારો આપી રહ્યા છે.

ચીનના સરાકરી ન્યૂઝ પેપરે, ‘ઈન્ડિયાઝ બાઈગોટરીનો મેચ ફોર ઈટ્સ એમ્બીશન’ નામથી આર્ટીકલ લખ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનમાં આતંકવાદ છે. પરંતુ શું આતંકવાદને સપોર્ટ કરવો તેમની નેશનલ પોલિસી છે? પાકિસ્તાનને આતંકવાદને એક્સપોર્ટ કરીને શું મળવાનું છે? પૈસા કે સન્માન?

મહત્વનું છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ૨૩ સપ્ટેમ્બરે યુએનની સામાન્ય સભામાં ૨૩ મિનીટ સુધી સ્પીચ આપી હતી અને તેમાં ૧૦ મિનિટ સુધી આતંકવાદની વાત કરી હતી. આ સ્પીચમાં તેમણે પાકિસ્તાન સામે આકરા પ્રહાર કર્યા હતા. સુષ્માએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા હતા. વિશ્વમાં આજે ભારતની  ઓળખ આઈટી સુપરપાવર તરીકે થઈ છે જ્યારે પાકિસ્તાનની ઓળખ ડર ફેલાવે તેવી છે. ભારતે આઈઆઈટી અને આઈઆઈએમ બનાવ્યા છે. જ્યારે પાકિસ્તાને લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મહદ બનાવ્યા છે.