વિશ્વભરમાં આતંકવાદનાં ભંડોળ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. ગુરુવારે પૂર્ણ થયેલી FATF ની બેઠકમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન હમણા ગ્રે સૂચિમાં રહેશે. FATF એ કહ્યું, “પાકિસ્તાને તમામ 1267 અને 1373 નામનાં આતંકવાદીઓ સામે નાણાંકીય પ્રતિબંધોનાં અમલીકરણ પર કામ કરવું પડશે.” જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાને છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદીઓ વિરુધ્ધ પગલા ભર્યા હતા, પરંતુ નિષ્ણાંતોએ FATF નાં ‘માર’ થતી બચવા માટે લેવામાં આવતા પગલાં તરીકે આ પગલાં વર્ણવ્યા હતા.
America / ભારતીયો માટે અમેરિકાથી આવ્યા સારા સમાચાર, બિડેને ગ્રીનકાર્ડ પરથી હટાવ્યો પ્રતિબંધ
પ્રેસ બ્રીફિંગમાં માહિતી આપતા, FATF નાં પ્રમુખ ડો.માર્કસ પ્લેયરે કહ્યું કે, પાકિસ્તાન હજી પણ સર્વેલન્સ હેઠળ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને કેટલીક નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ ઘણી ગંભીર ખામીઓ બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું, “આ તમામ ક્ષેત્રો આતંકવાદી ધિરાણ સાથે સંબંધિત છે. 27 માંથી ત્રણ પોઇન્ટ પર સંપૂર્ણ પગલા ઉઠાવવાની જરૂર છે.” એમ કહેતા કે, પાકિસ્તાને ‘પ્રગતિ’ કરી છે, FATF પ્રમુખે કહ્યું કે, અમે પ્લાનને પાકિસ્તાનને યોજના પૂર્ણ કરવા અરજ કરીએ છીએ.
Political / પાકિસ્તાને મિલાવ્યા ચીન સાથે હાથ, શ્રીલંકામાં ઇમરાન ખાને CPECનાં કર્યા ભરપેટ વખાણ
FATF નાં પ્રમુખ માર્કસ પ્લેયરે ગયા વર્ષે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, આવા મુદ્દાઓને હલ કરવાની આજીવન તક આપવામાં આવશે નહીં અને જો તે એક્શન પ્લાન આપવામાં વારંવાર નિષ્ફળ જાય તો બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે. FATF એ જૂન 2018 માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું અને ઈસ્લામાબાદને આતંકવાદનાં નાણાંકીય વર્ષ 2019 નાં અંત સુધી રોકવા માટે એક એક્શન પ્લાન લાગુ કરવા જણાવ્યું હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે પાછળથી અંતિમ મુદ્દત લંબાવી દેવામાં આવી હતી. ઓક્ટોબર 2020 માં યોજાયેલા છેલ્લા પૂર્ણ સત્રમાં, FATF એ તારણ કાઠ્યું હતું કે પાકિસ્તાન ફેબ્રુઆરી 2021 સુધી તેની ગ્રે લિસ્ટમાં રહેશે, કેમ કે તે વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ સર્વેલન્સની 27 જવાબદારીઓમાંથી છને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયુ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
