દુનિયામાં કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને અત્યારસુધીમાં આ વાયરસથી મોટી લાખો લોકો મૃત્યુ પામ્યા છે, તો બીજી તરફ દુનિયામાં દેશો દ્વારા કોરોનાની વેકસીનની અપાયેલી મંજુરી બાદ વેક્સીનેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે, ત્યારે આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે, તે જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો.
હકીકતમાં, અમેરિકામાં કોરોના વેક્સીન મૂકાવવા આવેલી એક છોકરીએ સેંટરમાં જ પુરુષ નર્સને લગ્ન માટે પ્રપૉઝ કરી દીધું. આ જોઇ ત્યાં ઊભેલા બધાં ચોંકી ગયા હતા.
31 વર્ષના નર્સ ટેસ્ટિંગ હેલ્પર રૉબી કોર્ટેસ અને નર્સ એરિક વર્ડેરલી છેલ્લા 5 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. અને તાજેતરમાં જ કોર્ટેસને અમેરિકાના સાઉથ ડકોટાના એક હૉસ્પિટલમાં વેક્સીન મૂકાવવા માટે અપોઇન્ટમેન્ટ મળી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે બૉયફ્રેન્ડ પણ વેક્સીન મૂકાવવા આ હૉસ્પિટલમાં કામ કરી રહ્યો છે. આ કારણે તેણે વેક્સીનેશનના દિવસે સેન્ટરમાં પોતાના બૉયફ્રેન્ડને સરપ્રાઇઝ આપવાનો નિર્ણય લીધો હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
