ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂર્ણ થયા બાદ મોટેરાનાં નવા સ્ટેડિયમની પિચને ઘણા વિવેચકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી છે. તેમાંથી એક યુવરાજ સિંહ છે, જે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓલરાઉન્ડર છે. જેણે કહ્યું હતું કે, બે દિવસમાં રમતનો અંત આવવો તે ટેસ્ટ ક્રિકેટ માટે સારું નથી.
Cricket / અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું
યુવરાજે ટ્વીટ કર્યું, “બે દિવસમાં ગેમ પૂર્ણ થઈ ગઈ, મને નથી લાગતું કે તે ટેસ્ટ ક્રિકેટ માટે સારું છે!” જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી વિકેટ પર બોલિંગ કરી રહ્યા હોત તો તેઓએ 1000 અને 800 વિકેટ લઇ ચુક્યા હોત? તેમ છતા અક્ષર પટેલને શુભેચ્છા, કેવો સ્પેલ હતો! રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્માને પણ શુભકામનાઓ.”
finished in 2 days Not sure if that’s good for test cricket !If @anilkumble1074 and @harbhajan_singh bowled on these kind of wickets they would be sitting on a thousand and 800 ?🤔However congratulations to 🇮🇳 @akshar2026 what a spell! congratulations @ashwinravi99 @ImIshant 💯
— Yuvraj Singh (@YUVSTRONG12) February 25, 2021
Cricket / અક્ષર પટેલ બાદ અશ્વિને રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બન્યો
પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન માઇકલ વોન યુવરાજનાં નિવેદન સાથે સંમત થયા છે, જોકે ભારતીય ચાહકોને ભૂતપૂર્વ ક્રિકેટરનું આ ટ્વિટ યોગ્ય લાગ્યું નથી. જે બાદ યુવરાજને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. ભારતનાં ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહનું માનવું છે કે જો અનિલ કુંબલે અને હરભજન સિંહે આવી પીચો પર બોલિંગ કરી હોત, તો આજે તેમની પાસે અનુક્રમે 1000 અને 800 ટેસ્ટ વિકેટ હોત. જણાવી દઇએ કે, કુંબલેએ 600 પ્લસ અને ભજ્જી 400 પ્લસ વિકેટ લીધી છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે પિચમાં કોઈ ભૂત નહોતું. તે બેટ્સમેનોનાં મગજમાં હતું. કોહલીએ કહ્યું કે, બેટ્સમેનોએ આ પિચ પર પોતાના ડેફેન્સ પર વધુ ભરોસો રાખવો પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
