મતદાન/ સાત ફેરા ફરતા પહેલા સજીધજીને મતદાન કરવા પહોંચી બે સગી દુલ્હનો

સુરતના કામરે, ઓલપાડ અને ગોંડલમાં દુલ્હન સજીધજી મતદાન કરવા પહોંચી.

Gujarat Others

આજે 28 ફેબ્રુઆરી રવિવારે રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે સવારથી જ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે મતદાન કરવામાં સામાન્ય જનતાની સાથે વર-વધૂ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યાં હોય તેમ મતદાન કરી રહ્યાં છે. ઘણી જગ્યા દુલ્હન સજીધજી મતદાન કરવા પહોંચી હતી.

આ પણ વાંચો : હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન, પરંતુ પોતાની પાર્ટીને જ ન આપી શક્યા વોટ, આ છે મુખ્ય કારણ

સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બોરડોલીની બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. બારડોલીની દીપાલી અને રિદ્ધિ બે બહેનોના આજે લગ્ન છે પણ તે પહેલા મતાધિકારને પ્રાથમિકતા આપી હતી.

 આ બહેનો પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવી હતી. અને મતદાન કરીને ઘણી જ ખુશ લાગી રહી હતી. તેમને સજીધજીને મતદાન કરતા જોઇને આસપાસના લોકોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ છવાયો હતો

તો બીજી બાજુ ઓલપાડમાં પણ બે યુવતીઓ દ્વારા લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યું હતું. લગ્નની પીઠી ભરેલી યુવતીઓ મતદાન કરવા પહોંચી હતી. ઓલપાડની જાગૃતિ નામની યુવતીના આજે લગ્ન છે. તો આવતીકાલે નેહા નામની યુવતીના લગ્ન છે. બંને યુવતીઓ ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની વતની છે. ત્યારે બંનેએ લોકોને મતદાન કરવા બહાર નીકળવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : PM મોદીની તસવીર અને 19 સેટેલાઈટ્સ લઈને PSLV-C51 ને ભરી ઉડાન, અવકાશમાં ગુંજશે ગીતાના સંદેશ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે પણ લગ્ન પહેલા બે બહેનોએ મતદાન કર્યું. મોવિયામાં લગ્ન પહેલા બંને બહેનોએ મતદાન કર્યું છે. ગોંડલના વાહાની પરિવારની બંને યુવતીઓએ લગ્ન પહેલા મતદાન કર્યું.