વડોદરા/ દે દારુ, દે દારુ હો મેરે ભૈયા દે દારુ..! શિસ્તબદ્ધ ભાજપનાં પૂર્વ કાઉન્સિલરોની દારૂ-પૂરીની મહેફિલ

ભાજપના પૂર્વ કોર્પોરેટર અડધી રાત્રે  બર્થડે પાર્ટીમાં દારૂની છોળો માણી રહ્યા છે. દારૂની મહેફિલમાં પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને દારૂ પુરી ની મોજ પણ માણી રહ્યા છે.

Gujarat Vadodara Trending
  • પુર્વ કોર્પોરેટરન નીતિન પટેલનો વીડિયો વાયરલ
  • ભુપેન્દ્ર કાછીયાનો વિડીયો વાયરલ
  • બર્થડે પાર્ટીમાં પુર્વ કાઉન્સિલરો દારૂની મહેફિલ માણી
  • પુર્વ કોર્પોરેટર નીતિન પટેલનાં કેટરિંગ કર્મચારીની હતી પાર્ટી
  • કર્મચારીનાં બર્થડેની પાર્ટી દારૂની મહેફિલ જામી
  • પાણીપુરીની પુરીમાં દારૂ રેડી મહેફિલ માણી……

ગુજરાતમાં સરકાર અને પોલીસના નાક નીચે દારૂની નદીઓ વહી રહીછે. તેના અનેક વાર પુરાવા સામે આવી ચુક્યા છે. પરંતુ સમાજ સુધારણા અને સમાજમાં ફેલાયેલી બદીઓ દુર કરવાની મોટો મોટી વાતો કરતા નેતાઓ પણ જાહેરમાં આવા માદક પદાર્થોનું સેવન કરી શું સાબિત કરવા માંગે છે?

હાલમાં રાજ્યમાં કોરોનાને લઇ રાત્રી કર્ફ્યું છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર અડધી રાત્રે  બર્થડે પાર્ટીમાં દારૂની છોળો માણી રહ્યા છે. દારૂની મહેફિલમાં પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને દારૂ પુરી ની મોજ પણ માણી રહ્યા છે. શું  ભાજપના નેતાઓને દારૂબંધીના  કે કર્ફ્યુના કોઈપણ જાતના કાયદા લાગુ પડતા નથી..?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલનો દારુ-પૂરી માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.  તેઓને ત્યાં ફરજ બજાવતા કર્મચારીની  બર્થ ડે પાર્ટી માં નીતિન પટેલ દારૂ-પુરીની મહેફિલ  માણતા નજરે પડી રહ્યા છે.

આ પાર્ટીમાં હાલના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા, વોર્ડ નંબર 13ના પૂર્વ મહિલા કોર્પોરેટરના સંબંધી અને ભાજપના કાર્યકર ભરત દેવરે અન્ય કેટલાક કાર્યકરો અને કેટરિંગની પેઢીમાં કામ કરનારા કર્મચારીઓ આ દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે.