Rahul Gandhi/ કૉંગ્રેસ છોડી BJPમાં ગયેલા સિંધિયા માટે છલકાયું રાહુલ ગાંધીનું દર્દ, કહ્યું- કોંગ્રેસમાં હોત તો મુખ્યમંત્રી હોત

કૉંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી છોડ્યે ભલે ઘણો સમય પસાર થઈ ગયો હોય, પરંતુ તેમને લઇને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન અવાર-નવાર આવતુ રહે છે. રાહુલ ગાંધીએ યૂથ કૉંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું કે, સિંધિયા જે કૉંગ્રેસમાં નિર્યાણક ભૂમિકામાં હતા, બીજેપીમાં પાછળની સીટ પર બેઠા છે. રાહુલે કહ્યું કે, લખી લો, બીજેપીમાં સીએમ નહીં બની […]

Top Stories India

કૉંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી છોડ્યે ભલે ઘણો સમય પસાર થઈ ગયો હોય, પરંતુ તેમને લઇને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન અવાર-નવાર આવતુ રહે છે. રાહુલ ગાંધીએ યૂથ કૉંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું કે, સિંધિયા જે કૉંગ્રેસમાં નિર્યાણક ભૂમિકામાં હતા, બીજેપીમાં પાછળની સીટ પર બેઠા છે. રાહુલે કહ્યું કે, લખી લો, બીજેપીમાં સીએમ નહીં બની શકો. પાછું કોંગ્રેસમાં આવવું જ પડશે.

દિલ્હીમાં ભારતીય યુથ કોંગ્રેસના બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કૉંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે તેઓ ક્યાં બેઠા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીમાં તેમને પાછળની સીટ પર જગ્યા મળી રહી છે અને કૉંગ્રેસમાં જ્યારે હતા ત્યારે તેઓ અમારી સાથે બેસતા હતા અને નિર્ણાયક ભૂમિકામાં રહેતા હતા.

સિંધિયાને કહ્યું હતુ- મહેનત કરો

સિંધિયાજી જ્યારે મારી પાસે આવ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, મહેનત કરો આવનારા સમયમાં મુખ્યમંત્રી બનશો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધીએ કહ્યું કે, કૉંગ્રેસ દરિયો છે. સૌ માટે દરવાજા ખુલ્લા છે અને કોઈને પાર્ટીમાં આવવાથી કોઈ નહીં રોકે અને જેઓ કૉંગ્રેસની વિચારધારા સાથે મતલબ નથી રાખતા તેમને જતા પણ કોઈ નહીં રોકે.

RSS અને BJPની વિચારધારાથી લડવાનું કામ કરો

યૂથ કૉંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધી સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો કે જે લોકો પાર્ટી છોડીને ફરી આવે છે તેમને પાર્ટીમાં પાછી નિર્ણાયક ભૂમિકા મળી જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓના જવાબમાં કહ્યું કે, જે લોકો પાર્ટી છોડીને ફરી પાછા આવે છે, તેમને નિર્ણાયક ભૂમિકામાં આવવામાં સમય લાગશે. યૂથ કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે RSS અને BJPની વિચારધારા સામે લડવાનું કામ કરો.