પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં સોમવારે રાત્રે સ્ટ્રાન્ડ રોડ પર આવેલી બહુમાળી નવી કોયલાઘાટ બિલ્ડિંગમાં ભીષણ આગમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે કોલકાતા અકસ્માતમાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારા વિચારો આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થયા તેવી કામના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે 2 લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાન બોર્ડર પર ગયેલા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી જ્યારે અચાનક થયા ગાયબ, અને પછી….
જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ રેલ્વેની ઝોનલ ઓફિસ છે. ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ પ્રધાન સુજિત બાસુએ જણાવ્યું હતું કે મૃતકોમાં ચાર ફાયરમેન, એક પોલીસ સહાયક સબ ઇન્સપેક્ટર અને એક આરપીએફ કાર્યકર છે. બાસુએ જણાવ્યું હતું કે હવે આગને કાબૂમાં લેવામાં આવી છે અને ઉપરોક્ત સ્થળને ઠંડક આપવાની પ્રક્રિયા ચાલુ છે.
Saddened by the loss of lives due to the fire tragedy in Kolkata. In this hour of sadness, my thoughts are with the bereaved families. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) March 9, 2021
ઘટના સ્થળે પહોંચેલા મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે રાજ્ય સરકાર મૃતકના સગાઓને 10 લાખ રૂપિયા વળતર અને મૃતકના નજીકના દરેક સંબંધીઓને સરકારી નોકરી આપશે. સાંજે 6.10 વાગ્યે બિલ્ડિંગના 13 મા માળે આગ લાગી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કોમ્પ્યુટરાઇઝ્ડ ટિકિટ બુકિંગ સેન્ટર પણ છે.
આ પણ વાંચો :મહિલાને સાસરીમાં ઈજા થાય છે, ત્યારે પતિ જવાબદાર: સુપ્રીમ કોર્ટ
મહત્વનું છે કે ગઇકાલે તાબડતોબ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તો મમતા સરકારના કેટલાક મંત્રીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
