આદેશ/ મહિલાને સાસરીમાં ઈજા થાય છે, ત્યારે પતિ જવાબદાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાની પત્નીને માર મારનારા વ્યક્તિની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સાસરીમાં પત્નીને થયેલી ઈજા માટે પતિ જવાબદાર છે.

India
1

સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાની પત્નીને માર મારનારા વ્યક્તિની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સાસરીમાં પત્નીને થયેલી ઈજા માટે પતિ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો આ ઈજા અન્ય કોઈ સંબંધી દ્વારા કરવામાં આવી છે, તો પણ તેના માટે પતિને જવાબદાર ઠેરવવામાં આવશે. હુમલો કરવાના આરોપી પુરુષનું આ ત્રીજી લગ્ન છે, જ્યારે મહિલાએ બીજા લગ્ન કર્યા છે.

News / કોરોના મુદ્દે થયેલી પિટિશન મામલે સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા સમાપ્ત કરી

એક સમાચાર મુજબ, બંનેએ લગ્નનાં એક વર્ષ પછી વર્ષ 2018 માં એક બાળકને જન્મ આપ્યો હતો. ગયા વર્ષે જૂનમાં, મહિલાએ તેના પતિ અને સાસરિયાવાળા વિરુદ્ધ લુધિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે દહેજની માંગને પૂર્ણ ન કરવા બદલ તેના પતિ, સસરા અને સાસુ દ્વારા તેને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો. જ્યારે શખ્સનાં વકીલ કુશાગ્ર મહાજનએ તેના ક્લાયંટને આગોતરા જામીન આપવાની વિનંતી કરી, ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું, “તમે કેવા માણસ છો?” મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેનું ગળું દબાવીને મારવાનો હતો. તેણીનો ગર્ભપાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તમે કયા પ્રકારનાં માણસ છો કે એક ક્રિકેટનાં બેટથી તમારી પત્નીને મારો છો? ‘

News / કેરળમાં કોરોનાએ માર્યો ઉછાળો, નવા કેસોમાં થઈ રહ્યો છે ખુબજ વધારો

જ્યારે વકીલે કહ્યું કે, મહિલાએ જાતે જ આરોપ લગાવ્યો હતો કે તેના સસરાએ તેને બેટથી મારી છે, ત્યારે સીજેઆઈની આગેવાનીવાળી બેંચે કહ્યું, “તમારા પપ્પા અથવા તમે તેને બેટથી મારતા હતા તે વાંધો નથી. જ્યારે સ્ત્રીને સાસરીમાં ઈજા થાય છે, ત્યારે તેની પ્રાથમિક જવાબદારી પતિની છે.” ત્યારબાદ બેંચે તે વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી. જણાવી દઇએ કે, અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ તેના પતિને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ