Blast in Hiranagar: જમ્મુ-કાશ્મીરના હીરાનગરમાં બુધવારે બ્લાસ્ટ થયો હતો. જમ્મુના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરાનગર પોલીસ સ્ટેશન હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સરહદ પોલીસ ચોકી સાન્યાલ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.હીરાનગર ઈન્ટરનેશનલ બોર્ડરને અડીને આવેલી બોર્ડર પોલીસ કઠુઆની સાન્યાલ પોલીસ ચોકી પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ અહીંની સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. બીજી તરફ કઠુઆ જિલ્લાના SSP શિવદીપ સિંહ જાનવાલ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
Reportedly a blast has been heard near Border Police Post Sanyal near International Border under police station Hiranagar. SSP proceeding to spot: ADGP Jammu, Mukesh Singh
(file pic) pic.twitter.com/na33iIINwQ
— ANI (@ANI) March 29, 2023
વિસ્ફોટ (Blast in Hiranagar) એટલો જોરદાર હતો કે આસપાસના ચારથી પાંચ ગામના લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બ્લાસ્ટ સ્થળની નજીક કઠુઆ બોર્ડર પોલીસની સાન્યાલ પોલીસ ચોકી પણ છે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સરહદ માત્ર 3 કિલોમીટર દૂર છે.કઠુઆ જિલ્લાના હીરાનગરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. વિસ્ફોટની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ADGP મુકેશ સિંહે જણાવ્યું કે SSP કઠુઆ સહિત અન્ય એજન્સીઓના લોકો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. બ્લાસ્ટ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.
