BrahMos Missile Test: ભારતીય વાયુસેનાએ ગુરુવારે સુખોઈ-30 MKI ફાઈટર જેટમાંથી વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે વાયુસેનાએ સુખોઈ-30 ફાઈટર જેટ વડે સમુદ્રમાં સ્થિત લક્ષ્યોને નિશાન બનાવીને નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરી છે. મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાએ આજે સુખોઈ-30 MKI એરક્રાફ્ટથી જહાજના લક્ષ્ય સામે બ્રહ્મોસ મિસાઇલના વિસ્તૃત રેન્જના વર્ઝનને સફળતાપૂર્વક ફાયર કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણ સાથે ભારતીય વાયુસેનાએ SU-30MKI એરક્રાફ્ટથી લાંબા અંતરે જમીન અથવા દરિયાઈ લક્ષ્યો સામે ચોકસાઇથી હુમલો કરવાની નોંધપાત્ર ક્ષમતા પ્રાપ્ત કરી છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે Su-30MKI એરક્રાફ્ટના ઉચ્ચ પ્રદર્શન સાથે મિસાઇલની વિસ્તૃત રેન્જ ક્ષમતા ભારતીય વાયુસેનાને વ્યૂહાત્મક પહોંચ પ્રદાન કરે છે અને ભવિષ્યના યુદ્ધના મેદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), BAPL અને HALના સમર્પિત અને સતત પ્રયાસો આ સિદ્ધિ હાંસલ કરવા માટે નિમિત્ત બન્યા છે.
આ પણ વાંચો: Cough syrups/કફ સિરપના કારણે આખી દુનિયામાં બદનામ થઈ રહ્યું છે ભારત? જાણો શું છે મામલો
આ પણ વાંચો: Gujarat/કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ઓચિંતી મુલાકાત લેતા રાઘવજી પટેલ
આ પણ વાંચો: Radhika Merchant/કોણ છે રાધિકા મર્ચન્ટ, જે અંબાણી પરિવારની નાની વહુ બનશે
