Not Set/ સૈનિકોનાં મોત પર રાહુલ ગાંધીએ PM મોદીનાં મૌન પર ઉઠાવ્યો સવાલ, ચીનની આટલી હિમ્મત, ક્યા છે PM

ભારત અને ચીનમાં સૈનિકો વચ્ચે થયેલ અથડામણ બાદ બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન વલણ પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડા પ્રધાન ભારત-ચીન હિંસા ઉપર શા માટે મૌન છે? આપને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં […]

India

ભારત અને ચીનમાં સૈનિકો વચ્ચે થયેલ અથડામણ બાદ બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન વલણ પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડા પ્રધાન ભારત-ચીન હિંસા ઉપર શા માટે મૌન છે? આપને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતનાં 20 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વળી, આ હિંસક અથડામણમાં ચીની પક્ષને પણ ઘણું મોટુ નુકસાન થયુ છે.