ભારત દેશમાં હાલ અગ્નિપથ યોજનાના લેઇને ભારે હોબાળો મચ્યો છે, અને છેલ્લા ઘણા દિવસોથી આ યોજના મામલે યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આ યોજના મામલે ઘણા પ્રશ્નો ઉભા થયા છે ,આ યોજનામાં ચાર વર્ષ બાદ અગ્નિવીરોની સ્થિતિ શું હશે? તેમને નોકરી ક્યાં મળશે તેઓ ફરી બેકાર થઇ જવાની ભીતિના લીદે હાલ દેશમાં યોજના મામલે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ યોજના મામલે ભાજપના નેતા વરૂણ ગાંધીએ પણ પોતાના અંગત વિચારો રજૂ કર્યા છે. તેમણે આ મામલે ટ્વિટ કરીને સાંસદ તરકે પોતાનો પેન્શન છોડવાની વાત કરી છે.
अल्पावधि की सेवा करने वाले अग्निवीर पेंशन के हकदार नही हैं तो जनप्रतिनिधियों को यह ‘सहूलियत’ क्यूँ?
राष्ट्ररक्षकों को पेन्शन का अधिकार नही है तो मैं भी खुद की पेन्शन छोड़ने को तैयार हूँ।
क्या हम विधायक/सांसद अपनी पेन्शन छोड़ यह नही सुनिश्चित कर सकते कि अग्निवीरों को पेंशन मिले?
— Varun Gandhi (@varungandhi80) June 24, 2022
ભાજપ સાંસદ વરુણ ગાંધીએ અગ્નિવીરોને પેન્શન ન મળવાના નિયમ સામે વાંધો ઉઠાવતા તેમનું પેન્શન છોડવાની ઓફર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું – ‘ટૂંકા ગાળાની સેવા કરનાર અગ્નિવીર પેન્શનનો હકદાર નથી, તો પછી જનપ્રતિનિધિઓને આ ‘સુવિધા’ શા માટે? જો રાષ્ટ્રીય રક્ષકોને પેન્શનનો અધિકાર નથી, તો હું મારું પોતાનું પેન્શન છોડવા પણ તૈયાર છું. અગ્નિવીરોને પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા શું આપણે ધારાસભ્યો,સાંસદો અમારું પેન્શન છોડી ન શકીએ?
