Not Set/ કોંગ્રેસ ધારાસભ્યએ પોતાની જ પાર્ટી ઉપર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- આ કેવો ક્રૂર મઝાક છે

ઉત્તર પ્રદેશમાં એક હજાર બસોથી શરૂ થયેલ રાજકારણ હવે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અદિતિ સિંહ પણ આ રાજકારણમાં કૂદી ગયા છે. અદિતિ સિંહે ભાજપ પર નહીં પણ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ પર ટ્વીટ કરી કોંગ્રેસ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જો બસ હોય તો […]

India

ઉત્તર પ્રદેશમાં એક હજાર બસોથી શરૂ થયેલ રાજકારણ હવે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અદિતિ સિંહ પણ આ રાજકારણમાં કૂદી ગયા છે. અદિતિ સિંહે ભાજપ પર નહીં પણ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ પર ટ્વીટ કરી કોંગ્રેસ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, જો બસ હોય તો રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રમાં કેમ નહીં મૂકવામાં આવે? તેમણે કોંગ્રેસને કહ્યું છે કે આ કોરોના સંકટનાં સમયમાં રાજકારણ ન કરો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી ભાજપ અને યોગી સરકાર કોંગ્રેસ પર રાજકારણ અને કપટનો આક્ષેપ કરી રહી હતી, પરંતુ હવે તેમના જ પક્ષનાં લોકોએ કોંગ્રેસ પર ભડકવાનું શરૂ કરી દીધુ છે. રાયબરેલીનાં સદરથી કોંગ્રેસનાં ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસ પર છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું છે કે, આ કેવો ક્રૂર મજાક છે?

અદિતિ સિંહે ટ્વીટમાં લખ્યું છે કે, ‘આવી મહામારી સમયે આવા નીચા રાજકારણની શું જરૂર છે, એક હજાર બસોની સૂચિ મોકલી, તેમાં પણ અડધાથી વધુ બસોની છેતરપિંડી, 297 જંક બસો, 98 ઓટો રિક્ષા અને એમ્બ્યુલન્સ જેવા વાહનો, 68 વાહનો કાગળો વિનાની આ કેટલી ક્રૂર મજાક છે, જો બસ હતી તો તમે તેને રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ના મૂકી.

આપને જણાવી દઇએ કે, અદિતિ સિંહ લાંબા સમયથી કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે. ગયા વર્ષે પક્ષ વ્હિપનું ઉલ્લંઘન કરીને વિધાનસભાનાં વિશેષ સત્રમાં સામેલ થવા તે પહોંચ્યા હતા. આ પછી પાર્ટી વતી તેમને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી. કાશ્મીરથી કલમ 37૦ હટાવવાનાં મુદ્દે પણ અદિતિએ પોતાનો પક્ષ કોંગ્રેસથી અલગ રાખ્યો હતો. તાજેતરમાં, તેમણે કોરોના વોરિયર્સ માટે પીએમ મોદીની અપીલ પર દીવડાઓ પણ પ્રગટાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.