Crime/ અમદાવાદમા તલવારથી કેક કાપવા મામલે સાત આરોપીની ધરપકડ

ગોમતીપુર પોલીસે તલવાર વડે કેક કાપતા આરોપીને જડપ્યા
તલવાર વડે કેક કાપી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવ્યો
તલવાર વડે કેક કાપવાનો વિડીયો થયો હતો વાયરલ
કરણ નામના યુવકે તલવાર વડે કેક કાપી
પેનડેમિક અને કમિશનરના જાહેરનામાનો આરોપીઓએ કર્યો હતો ભંગ

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

શહેરના ગોમતીપુર વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી ગુનો કરનાર સાત આરોપીને પોલીસે ઝડપી લીધા છે.. ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે કરણ ઉર્ફે ભૂરા પરમાર નો બર્થ ડે હોવાથી તેના મિત્રોએ જાહેર મેદાનમાં તલવાર વડે કાપી કમિશનરના જાહેરનામાનો અને પેનડેમીક એક્ટ નો ભંગ કર્યો હતો. આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે બર્થડે બોય કરણ ઉર્ફે ભુરો પરમાર ની તેના મિત્રો સહિત ફુલ સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી બર્થ ડે કેક કાપવા વપરાયેલી તલવાર પણ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી તલવાર વડે કેક કાપવા ની ઘટનાઓ અમદાવાદ શહેરમાં વધી રહી છે.જેના કારણે સ્થાનિકો મા ખોફ નો માહોલ ફેલાય છે. જેથી પોલીસ અધિકારીએ જાહેર જનતાને  સંબોધન કરતાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ તલવાર વડે કેક કાપી અને જનતામાં ભયનો માહોલ ઉભો કરવો જોઈએ નહીં.જો કોઈ વ્યક્તિ પ્રકારનું કૃત્ય કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.