વડોદરા/ વિધાર્થી અને નોકરીયાત વર્ગે બસ મથકમાં મચાવ્યો હોબાળો? જાણો શું હતું કારણ

નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ મચાવ્યો હલ્લાબોલ
એસટી બસ રોકી મચાવ્યો ભારે હોબાળો
કોરોનામાં બસોમાં 40 ટકા સીટીંગને લઇને મુશ્કેલી વધી
સમયસર ન પહોંચતાં મુસાફરોનો હોબાળો કરી આક્રોશ

Gujarat Vadodara

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને 40 ટકા  સીટિંગને લઈને બસ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. 40 ટકા સીટિંગને લીધે નોકરીયાત અને વિધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને વિધાર્થીઓ અને નોકરીયાત વર્ગે વડોદરા એસટી ડેપો ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદર એસટી ડેપો ખાતે નોકરીયાતવર્ગ અને વિધાર્થીઓએ બસ મથક બસો રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા સરકાર દ્વારા 40 ટકા સીટિંગ કેપીસીટી સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેના લીધે નોકરીયાત વર્ગ તેમજ વિધાર્થી વર્ગ સમયસર પોતાના સ્થળે પહોચી શકતા ન હતા. જે બાબતે અનેક વખત ડેપોના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પરીણામ આવવા પામ્યું ન હતું. વડોદરા એસટી બસ મથક ખાતે આજે વિધાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગ દ્વારા હોબાળો મચાવી બસ રોકીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.