પ્રેમી પ્રમિકા વચ્ચે કિસ થવી એ સામાન્ય છે. પ્રેમી પ્રેમિકા એકબીજાને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે. પરંતુ એક કપલ વચ્ચે એવી તે કિસ થઇ કે જે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કિસ કર્યા પછી છોકરો મૂંગો થઈ ગયો. છોકરીએ તેને એ રીતે કિસ કરી કે હવે તે કદી બોલી શકશે નહીં. ત્યારથી, આ મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે.
મામલો સ્કોટલેન્ડનો છે. સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં આ સનસનાટીભર્યો અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.હકીકતમાં અહીં જેમ્સ મેકેન્ઝી અને છોકરી બેથની રયાનની વચ્ચેની ઘટના છે. જેમ્સ મેકેન્ઝી નામનો છોકરો બેથની સાથે રસ્તામાં ઝઘડો થયો હતો.

લાંબા સમય સુધી બન્નેનો ઝઘડો રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક છોકરીએ છોકરાને Lips Kiss કરવાનું શરૂ કરી દીધું. ઝઘડા વચ્ચે છોકરી દ્વારા કિસ છોકરા માટે પણ આઘાતજનક રહ્યું હતું. છોકરી થોડીવાર માટે છોકરાને કિસ કરી રહી હતી.
છોકરીએ કિસ કરતા દરમિયાન એવું કર્યું કે છોકરાનાં હોંશ ઉડી ગયા. છોકરીએ કિસ કરતી વખતે છોકરાની જીભ જોરથી પકડી લીધી. જીભ ફક્ત પકડી જ નહીં પરંતુ તેણે ઘણી જોરથી કિસ કરીને છોકરાની જીભ કપાઈ ગઈ અને છોકરાની જીભ છોકરીના મોંઢામાં આવી ગઈ.

જીભનો ટુકડો રસ્તા પર પડી ગયો અને ત્યાર બાદ કોઈ પક્ષી આવીને તરત તે જીભના ટુકડાને લઈને ઉડી ગયો. છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાર બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે છોકરાની જીભ સંપૂર્ણપણે કપાઈ ગઈ છે એટલે હવે તે ક્યારે પણ બોલી નહીં શકે.
ડેઈલી મેલના સમાચાર મુજબ છોકરાએ છોકરી વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. તેમ જ છોકરીએ કહ્યું કે તેનો ઝઘડો થયો હતો. એટલે અચાનક કિસ કરવા લાગી અને ગુસ્સા છોકરાની જીભ કાપી નાખી. આ કેસ હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.
