God grace/ આખરે પાંચ વર્ષ બાદ પાકિસ્તાનથી પરત આવેલી ગીતાની તપાસ પૂર્ણ, DNA ટેસ્ટ પછી માતાને સોપણી

હિન્દી ફિલ્મોની કહાની જેવી જ કહાની વાસ્તવિક જીવનમાં ધરાવતી ભારતની દીકરી પાકિસ્તાન પહોંચી ગઈ હતી.પાંચ વર્ષ પહેલાં પાકિસ્તાનથી ભારત આવેલી દિવ્યાંગ ગીતાને તેની માતા મળી ગઈ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં વાજુલમાં રહેતી મીના

Gujarat

હિન્દી ફિલ્મોની કહાની જેવી જ કહાની વાસ્તવિક જીવનમાં ધરાવતી ભારતની દીકરી પાકિસ્તાન પહોંચી ગઈ હતી.પાંચ વર્ષ પહેલાં પાકિસ્તાનથી ભારત આવેલી દિવ્યાંગ ગીતાને તેની માતા મળી ગઈ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં વાજુલમાં રહેતી મીના પાંદ્રેએ ગીતાને પોતાની દીકરી ગણાવી છે. મીનાએ ગીતાનું અસલી નામ રાધા વાઘમારે ગણાવ્યું છે. ગીતાના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. માતેએ બીજા લગ્ન કરી લીધા છે.જુની હિન્દી ફિલ્મોમાં આપણે જોયું છે કે એકવાર ખોવાઈ ગયેલા વર્ષો બાદ મળે ત્યારે તેના માતા-પિતા કોઈને કોઈ નિશાની ના આધારે તેને ઓળખી બતાવે છે ત્યારે તેવું જ ગીતાના જીવનમાં પણ થયું છે.વર્ષોના વહાણા વિતી ગયા બાદ પાકિસ્તાનથી ભારત આવેલી દીકરીને તેની માતા મળી હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.મીના પાંદ્રે પોતાના પરિવાર સાથે ગુરુવારે ગીતાને મળી હતી. મીનાના જણાવ્યા પ્રમાણે તેમની દીકરીના પેટ પર દાઝ્યાનું નિશાન છે. ગીતાના પેટ પર દાઝેલાનું નિશાન મળ્યું છે. જોકે અત્યાર સુધી બંનેના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા નથી. ટેસ્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થયા પછી ગીતા તેની માતા મીનાને સોંપવામાં આવશે.આ ઘટનાના સાક્ષી એક જ વાત જણાવશે આને ઈશ્વર કૃપાથી વિશેષ કશું ન ગણી શકાય.

PM care fund / દેશની દિગ્ગજ કંપનીઓએ PM careમાં કેટલા નાણાં જમા કરાવ્યા ? જાણો

શું છે ગીતાનો આખો કેસ ? કઈ રીતે તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યો સાથ

ગીતા પાકિસ્તાનમાં એક રેલવે સ્ટેશન પર 11-12 વર્ષની ઉંમરે મળી હતી. પાકિસ્તાનની ર્ઈધ વેલફેર ટ્રેસ્ટે પોતાની પાસે રાખી હતી. 26 ઓક્ટોબર 2015માં તે સમયના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં ગીતાને પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી હતી. ત્યારે તેને ઈન્દોરની મૂક-બધિર સંસ્થામાં રાખવામાં આવી હતી. અહીંથી જ તેના પરિવારની શોધ કરવામાં આવી હતી. ગીતા બોલી પણ નથી શકતી અને સાંભળી પણ નથી શકતી. આ સંજોગોમાં તેની પાસેથી તેની માહિતી મેળવવી મુશ્કેલ હતી.ઈન્દોરના આનંદ સર્વિસ સોસાયટીના જ્ઞાન પુરોહિતે જણાવ્યું કે, ગીતા તેની માતાને મળવા પહોંચી હતી.

વાસ્તવિક જીવનમાં જ્યારે ગીતા સાથે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે તે અંગે ગીતાએ બાળપણની ઝાંખી યાદોના આધાર પર ઈશારામાં કહ્યું કે, તેના ઘરની પાસે એક નદી હતી અને ત્યાં શેરડી અને મગફળીની ખેતી થતી હતી. તેની સાથે જ ત્યાંથી ડિઝલ એન્જિન વાળી ટ્રેન પસાર થતી હતી. આ વિસ્તરણ મહારાષ્ટ્રના મરાઠાવાડા (ઔરંગાબાદ અને તેની આસપાસ) વિસ્તાર સાથે મેચ થાય છે.26 ઓક્ટોબર 2015માં ગીતાને ઈન્દોર લાવ્યા પછી દેશના ઘણાં દંપત્તિઓએ ગીતાના માતા-પિતા હોવાનો દાવો કર્યો છે. પરંતુ કોઈની સાથે DNA મેચ થયા નહીં. ત્યારપછીથી અત્યાર સુધી તેના માતા-પિતાની શોધ ચાલી રહી છે. વર્તમાનમાં ગીતા મહારાષ્ટ્રના પરભણીમાં રહે છે. પાકિસ્તાનના ર્ઈધી વેલફેર ટ્રસ્ટની પૂર્વ પ્રમુખ દિવંગત અબ્દુલ સત્તાર ર્ઈધીની પત્ની બિલકિસ ર્ઈધીને પણ ગીતાના પરિવારને મળવાની જાણકારી આપી હતી. તેમણે આ વિશે ખુશી વ્યક્ત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…