Not Set/ બેન્કોએ ઘટાડ્યા હોમ લોનના વ્યાજદરો, જાણો જુદી જુદી બેન્કોના ઇન્ટરેસ્ટ રેટ

જો તમે ઘર ખરીદવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે અત્યારે સુવર્ણ તક છે કારણ કે તમે તમારુ ઘર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકો છો. દેશની ઘણી સરકારી અને ખાનગી બેન્કોએ હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. અનેક રાજ્યો એવા પણ છે જેમણે પોતાના રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કર્યો છે. દેશની […]

Business

જો તમે ઘર ખરીદવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે અત્યારે સુવર્ણ તક છે કારણ કે તમે તમારુ ઘર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકો છો. દેશની ઘણી સરકારી અને ખાનગી બેન્કોએ હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. અનેક રાજ્યો એવા પણ છે જેમણે પોતાના રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 75 લાખ રુપિયા સુધીની હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇએ આ વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા કરી દીધા છે. આ સાથે ઘણી પ્રાઇવેટ બેન્કોએ પણ વ્યાજદર ઘટાડાના પગલાને અનુસરીને પોતાની હોમ લોનના વ્યાજને ઘટાડી દીધું છે. તો આવો જાણીએ કેટલીક બેન્કો અને હાઉસિંગ કંપનીઓના ઘટાડેલા વ્યાજ દરો અંગે.

કોટક મહિન્દ્રા બેન્ક

કોટક મહિન્દ્રા બેન્કની વાત કરીએ તો તે 6.65 ટકા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. કોટક બેન્કમાં 75 લાખ રુપિયાની લોન 20 વર્ષના ગાળા માટે લેશો તો ઇએમઆઇ 56,582 રુપિયા આવશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

અગાઉ કહ્યું તેમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇ હોમ લોન પર 6.70 ટકા વ્યાજ દરે આપી રહી છે. એસબીઆઇની 75 લાખ રુપિયાની લોન 20 વર્ષના ગાળા માટે લેશો તો માસિક હપ્તો (ઇએમઆઇ) 56 હજાર 805 રુપિયા આવશે.

ICICI BANK

ખાનગી સેક્ટરની દિગ્ગજ બેન્ક ICICI BANKના હોમ લોનનો દર 6.75 ટકા છે. જો તમે ICICI BANKમાંથી લોન લીધી છે અને તમારી લોન એમાઉન્ટ 75 લાખ રુપિયા છે તેમજ તમે આ લોન 20 વર્ષના ગાળા માટે લઇ રહ્યા છો તો તમારો ઇએમઆઇ 57,027 રુપિયા આવશે.

એચડીએફસી બેન્ક

એચડીએફસી બેન્કમાંથી હોમ લોન લેનારાને 6.75 ટકાના વ્યાજ દરે લોન મળે છે. એચડીએફસી બેન્કમાંથી જો 75 લાખ રુપિયાની રકમ 20 વર્ષની મુદ્દત માટે લેવામાં આવે છે તો તેની પર ઇએમઆઇ આવશે રુપિયા 57,027.

પંજાબ નેશનલ બેન્ક

સરકારી બેન્કોમાંની એક વધુ બેન્ક છે પંજાબ નેશનલ બેન્ક જેને આપણે પીએનબી નામથી ઓળખીએ છીએ. પીએનબી હોમ લોન 6.80 ટકા વ્યાજ દરે આપી રહી છે. પીએનબીમાંથી 20 વર્ષના સમયગાળા માટે 75 લાખ રુપિયાની લોનનો માસિક હપ્તો 57,250 રુપિયા આવશે.

બેન્ક ઑફ બરોડા

સરકારી બેન્કોમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં બીઓબીના ગ્રાહકો મોટી સંખ્યામાં છે. બેન્ક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને 6.85 ટકા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. બીઓબીમાં 75 લાખ રુપિયાની લોન લીધી હોય અને તે 20 વર્ષના ગાળા માટે હોય તો તેની ઇએમઆઇ 57,474 રુપિયા આવશે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા

સરકારી ક્ષેત્રની સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયામાં હોમ લોનનો દર 6.85 ટકા છે. જેમાં 75 લાખ રુપિયાની લોન 20 વર્ષના ગાળા માટે લેશો તો તેનો ઇએમઆઇ 57,474 રુપિયા આવશે.

ટાટા કેપિટલ

સરકારીની સાથે ખાનગી ફાઇનાન્સ કંપનીઓ પરના વ્યાજ દરો પર પણ નજર નાંખી લઇએ તો ટાટા કેપિટલમાં હોમ લોનનો વ્યાજ દર 6.80 ટકા છે. તેમાં 75 લાખ રુપિયાની લોન એમાઉન્ટ 20 વર્ષના સમયગાળા માટે લીધી હશે તો તમારે 57,250નો ઇએમઆઇ ચૂકવવો પડશે.

બજાજ ફિનસર્વ

આ જ રીતે બજાજ ફિનસર્વ તમને 6.90 ટકાના દરે હોમ લોન આપે છે. બજાજ ફાઇનાન્સમાંથી 75 લાખ રુપિયાની હોમ લોન 20 વર્ષના ગાળા માટે લેવા પર તમારો ઇએમઆઇ 57,698નો આવશે.

(નોંધઃ વ્યાજ દરની ગણતરીમાં જુદી જુદી બેન્કોના અલગ અલગ ચાર્જ હોઇ શકે છે. બેન્કો પ્રમાણે તેમાં ફેરફાર શક્ય છે)