બોલીવુડનાં ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ તેના સોશિયલ મીડિયા પર એક ખૂબ જ આશ્ચર્યજનક ફોટો શેર કર્યો છે, જેને જોઈને દરેક ચોંકી ગયા છે. જણાવી દઇએ કે, ડિઝાઇનર મસાબા ગુપ્તાએ તેના માતા-પિતા નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્સ સાથે તેમના બાળપણની એક એવો ફોટો શેર કર્યો છે, જે દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે.
Bollywood / સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે ક્યારે થશે રિલીઝ? જાણો
મસાબા ગુપ્તાએ બે ફોટા શેર કર્યા છે, જ્યાં પહેલા તેના માતા-પિતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજા બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં બે લોકો નજર આવી રહ્યા છે. જો કે આ બે લોકો કોણ છે જેની તસવીરમાં મસાબાએ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો નથી. આ તસવીર જોતા લાગે છે કે આ તસવીર મસાબાનાં નાના-નાનીની છે અને તે કેપ્શનમાં લખ્યું છે, ‘માય વર્લ્ડ માય બ્લડ’. આ ફોટોની આ સમયે ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઇ રહી છે. આ તસવીરમાં મસાબા નાની દેખાઇ રહી છે. આમાં નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્સ બેઠા છે અને તસવીર જોઇને લાગે છે કે પૂજા થઈ રહી છે.
https://www.instagram.com/p/CMU1SiHh9n4/
Birthday / ક્રિમિનલ સાઇકોલોજીસ્ટ બનવા માંગતી હતી ગીતા બસરા, આ રીતે થઇ બોલિવૂડમાં એન્ટ્રી
આ ફોટોમાં નીના ગુપ્તાએ સુંદર સફેદ અને લાલ રંગની સાડી પહેરી છે. વળી વિવિયન રિચાર્ડ્સે કેઝ્યુઅલ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ છે. આપને જણાવી દઇએ કે, નીના ગુપ્તા લગ્ન વિના માતા બની હતી અને તેણે સિંગલ માતા તરીકે મસાબા ગુપ્તાની સંભાળ રાખી છે અને આજે તેણે ખૂબ પ્રખ્યાત ડિઝાઇનર તરીકે પોતાનું નામ રોશન કર્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
