Not Set/ રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા એક્શન મોડમાં, આજે વધુ ૧૩ મિલકતો સીલ

રાજકોટ મહાનગરપાલિકાની  વેરા-વસુલાત શાખા દ્વારા આજ રોજ કુલ- ૧૩ મિલ્કતોને સીલ  કરીનેકુલ  ₹ ૨૪.૯૪ લાખ રીકવરી કરેલ છે.શહેરના વિવિધ વોર્ડમાં ફરી એક વખત વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ જે લોકોએ

Gujarat Rajkot Trending

રાજકોટ મહાનગરપાલિકાની  વેરા-વસુલાત શાખા દ્વારા આજ રોજ કુલ- ૧૩ મિલ્કતોને સીલ  કરીનેકુલ  ₹ ૨૪.૯૪ લાખ રીકવરી કરેલ છે.શહેરના વિવિધ વોર્ડમાં ફરી એક વખત વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ જે લોકોએ મિલકતોનો વેરો ન ભર્યો હોય તેઓની મિલકતોને સીલ કરવામાં આવી હતી.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

બેઠક / પ.બંગાળમાં જે.પી.નડ્ડાના નિવાસસ્થાને BJPની કોર કમિટીની બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે આખરી મહોર

વર્ષ ૨૦૨૦-૨૧ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:

                                                     વોર્ડ નં- ૧

  •    ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ “ધ સ્પાયર” બિલ્ડીંગમાં ૧૩મ માળે આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૮૩,૭૩૦/- રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૨

  •      બજરંગવાડી વિસ્તારમાં આવેલ “સત્યપ્રકાશ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ”ના બાકી માંગણા સામે ₹ ૫૦,૫૯૩/- રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૩

  •     રેલનગર મેઈન રોડ પરના શ્રીજી કોમ્પ્લેક્ષ”માં પહેલે માળ આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

                                                     વોર્ડ નં- ૪

  •     કુવાડવા રોડ પરના “ભગવતી ડીઝલ”ના ૩ (ત્રણ) યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

                                                     વોર્ડ નં- ૫

  •      કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ૪ (ચાર) ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૩.૮૦ લાખ રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૬

  •       રણછોડનગર વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ₹ ૧.૦૫ લાખ રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૭

  •      કરણપરા વિસ્તારમાં કલ્પતરૂ બિલ્ડીંગમાં ફર્સ્ટ ફ્લોર બાકી માંગણા સામે સીલ કરેલ છે.
  •      કરણસિંહજી મેઇન રોડ પર “શ્યામપ્રભુ એપાર્ટમેન્ટ”માં રહેણાંક યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
  •    ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ “કલ્પના કોટેજ” ના યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

                                                     વોર્ડ નં- ૧૦

  •   “કિંગ્સ કોમ્પ્લેક્ષ”માં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૨૨ લાખ રીકવરી થયેલ છે.
  •     “પ્રાઇડ કોર્પોરેટ”માં ફર્સ્ટ ફ્લોર પરના યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૧૦ લાખ રીકવરી થયેલ છે.
  •    ક્રિસ્ટલ મોલના ફર્સ્ટ ફ્લોર પર આવેલ “મેક્સ ફેશન”ના યુનિટના બાકી માંગણા સામે ₹ ૪.૬૧ લાખ રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૧૨

  •       વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૩૯,૮૪૦/- રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૧૪

  •     કેવડાવાડી વિસ્તારમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૦૫ લાખ રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૧૫

  • ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ “ભવ્ય એલ્યુમીનીયમ ફર્નીચર”ના ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૭૭,૩૩૯/- રીકવરી થયેલ છે.
  •      આજી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૫૬ લાખ રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૧૬

  •    દેવપરા વિસ્તારમાં રહેણાંક યુનિટને બાકી માંગણા સામે ₹ ૪૫,૦૦૦/- રીકવરી થયેલ છે.

                                                     વોર્ડ નં- ૧૭

  •      અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૫૦,૦૦૦/- રીકવરી થયેલ છે.
  •    યોગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૭૦,૦૦૦/- રીકવરી થયેલ છે.
  •    કૈલાશપતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૨ (બે) ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા અન્વયે સીલની કાર્યવાહી કરતાં ₹ ૧.૮૫ લાખ રીકવરી થયેલ છે.
  •     પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૪૦ લાખ રીકવરી થયેલ છે.
  •    કિરણનગર વિસ્તારમાં આવેલ કોમર્શીયલ પ્રોપર્ટીના બાકી માંગણા સામે ₹ ૧.૩૯ લાખ રીકવરી થયેલ છે.
  • સે.ઝોન દ્વારા કુલ- ૬ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીક્વરી  ૭.૪૦ લાખ
  •  વેસ્ટ ઝોન દ્વારા- ૪ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી ₹ ૭.૩૧ લાખ
  • ઇસ્ટ ઝોન દ્વારા- ૩ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી  ૧૦.૨૩ લાખ  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…