Delhi News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ના પુત્ર રેહાન વાડ્રાએ સગાઈ કરી છે. 25 વર્ષીય રેહાને અવિવા બેગની આંગળીમાં વીંટી પહેરાવીને પ્રપોઝ કર્યું હતું, અને અવિવાએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાનો પુત્ર રેહાન છેલ્લા સાત વર્ષથી અવિવાને ડેટ કરી રહ્યો હતો. વાડ્રા પરિવારે પણ તેમના સંબંધને મંજૂરી આપી હતી. હવે, બંનેની સગાઈ થઈ ગઈ છે. રેહાન દિલ્હીનો રહેવાસી છે. તેનો પરિવાર વાડ્રા પરિવારની નજીક માનવામાં આવે છે. બંને પરિવારોએ રેહાન અને અવિવાના સંબંધને સ્વીકાર્યો છે.

રેહાનને ફોટોગ્રાફીનો શોખ
રેહાન વાડ્રા વ્યવસાયે એક વર્ચ્યુઅલ કલાકાર છે, જે 10 વર્ષની ઉંમરથી જ વિશ્વના વિવિધ ભાગોના સુંદર ફોટોગ્રાફ્સ લઈ રહ્યો છે. રેહાન કોમર્શિયલ ફોટોગ્રાફી સહિત વન્યજીવનના ફોટોગ્રાફ્સ પણ લે છે. 2017 માં, રેહાનને સ્કૂલ ક્રિકેટ મેચ દરમિયાન આંખમાં ઈજા થઈ હતી. જોકે, તેણે પોતાના શોખને આગળ ધપાવ્યો હતો. તેણે અનેક પ્રદર્શનોમાં ભાગ લીધો છે. 2021 માં, તેણે નવી દિલ્હીના બિકાનેર હાઉસ ખાતે “ડાર્ક પર્સેપ્શન” સાથે પોતાનું એકલ પ્રદર્શન શરૂ કર્યું.
“ડાર્ક પર્સેપ્શન”થી મળેલી ઓળખ
2017માં સ્કૂલ ક્રિકેટ મેચ દરમિયાન રેહાનની આંખમાં ગંભીર ઈજા થઈ હતી, પરંતુ તેણે આ મુશ્કેલીને પોતાના સપનાની વચ્ચે આવવા દીધી નહોતી. તેણે પોતાની કલાત્મક સફર ચાલુ રાખી. વર્ષ 2021માં, રેહાને નવી દિલ્હીના બિકાનેર હાઉસ ખાતે “Dark Perception” નામથી પોતાનું પ્રથમ એકલ ફોટોગ્રાફી પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનને કલા જગતમાં સારી પ્રતિસાદ મળ્યો હતો.

તેની માતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)દ્વારા પ્રેરિત
રેહાન કહે છે કે તેની માતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)વાડ્રાએ તેને બાળપણથી જ ફોટોગ્રાફી કરવા માટે પ્રેરણા આપી છે. તેના દાદા, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પણ ફોટોગ્રાફીનો શોખીન હતા. હવે, રેહાન આ વારસાને આગળ વધારવા માટે કામ કરી રહ્યો છે. રેહાનની મંગેતર, અવિવા બેગ પણ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોતાને ફોટોગ્રાફર અને નિર્માતા તરીકે વર્ણવે છે.
આ પણ વાંચો: સંસદ સત્રનો આજે ત્રીજો દિવસ,પ્રિયંકા ગાંધી અને રવિન્દ્ર ચવ્હાણ સાંસદ તરીકે શપથ લેશે
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરી, સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ
આ પણ વાંચો: ભાવુક પ્રિયંકા ગાંધીએ વાયનાડ જીતવા બ્લિટ્ઝક્રેગ ઝુંબેશ શરૂ કરી, રાહુલના વારસાને આગળ ધપાવવાનું વચન આપ્યું
