Politics/ પાલિકા-પંચાયતનાં પ્રમુખોની થશે નિયુક્તિ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પૂર્ણ કરી કવાયત

ટૂંક સમયમાં પાલિકા-પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Gujarat Others

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનની વરણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ હવે ભાજપે પાલિકા-પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાં પદાધિકારોની નિયુક્તિ પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો છે. ટૂંક સમયમાં પાલિકા-પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

થશે ખરી કસોટી: ધોરણ- 3 થી 5 પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

રાજ્યમાં 31 જિલ્લા પંચાયત – 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી સંપન્ન્ થઇ છે. જેમાં મહદઅંશે ભાજપનાં વિજય પતાકા લહેરાયા છે. પરિણામે પંચાયત અને પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાં પદાધિકારીઓની નિયુક્તિ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ અંગેનાં નામને મંજૂરીની મહોર લગાવવાની પ્રક્રિયા સંપન્ન થઇ છે. હવે સોમવાર થી પંચાયત અને પાલિકાનાં પદાધિકારોની નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. દરમિયાન આ તમામ પાલિકા-પંચાયતમાં ભાજપનાં પદાધિકારીઓની નિયુક્તિ થશે.

હાય ગરમી: રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

જો કે વર્ષ-2015 નાં પાલિકા અને પંચાયતનાં પરિણામ કરતાં વર્ષ-2021 માં યોજાયેલી ચૂંટણીનાં પરિણામમાં ભાજપ તરફી ઝોક જનતાએ દાખવ્યો છે. વર્ષ-2015 માં 31 જિલ્લા પંચાયત પૈકી 24 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 6 જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી હતી. જ્યારે 1 જિલ્લા પંચાયતમાં ટાઇની સ્થિતિ સર્જાઇ હતી. જ્રયારે વર્ષ-2021 નાં પરિણામમાં 72 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 208 તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થતાં આ તમામ પંચાયત-પાલિકામાં ભાજપ સત્તાધીશ થશે અને ભાજપ દ્વારા આ અંગે સોમવારથી પાલિકા-પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાં પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ