ટીમ ઈન્ડિયાએ સન્ડેને સુપર સન્ડે સાબિત કરીને બતાવ્યો હતો. ટીમઈન્ડિયાનાં ખેલાડીઓએ ઈંગ્લેન્ડની ટીમને એકવાર પણ પોતાના ઉપર હાવી ન થવા દીધા, અને આસાનીથી બીજી ટી-20ને પોતાના નામે કરી દીધી હતી. આ મેચમાં ઘણા શાનદાર શોટ્સ જોવા મળ્યા હતા, તો બીજી તરફ આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જ્યા આજ-દિનસ સુધી કોઇ ખેલાડી પહોંચી શક્યો નથી.
IND vs ENG 2nd T-20 / ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ભારતે પહેલી મેચનો લીધો બદલો
વિરાટ કોહલીએ બીજી ટી-20 માં 49 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે તેની ઈનિંગ્સમાં 5 ચોક્કા અને 3 છક્કા ફટકાર્યા હતા. કોહલી અંત સુધી મેદાનમાં રહ્યો હતો અને ભારતને જીત અપાવ્યા બાદ જ પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 3,000 રન પૂરા કર્યા હતા. આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ટી-20 મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ ક્રિકેટમાં કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 3,000 રનનાં આંકને સ્પર્શ કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી 12,000 રન બનાવનારો ત્રીજો કેપ્ટન બન્યો છે. તેમની આગળ માત્ર રિકી પોન્ટિંગ અને ગ્રેમ સ્મિથ છે. કેપ્ટન તરીકે કોહલીને 12,000 રન બનાવવા માટે માત્ર 17 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં, બીજા ટી-20 માં વિરાટ કોહલીએ 17 રનનો આંકડો પાર કરી, આ વિશેષ યાદીમાં પોતાના નામનો ઉમેરો કરી દીધો હતો. આ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગનાં નામે છે. પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 15,440 રન બનાવ્યા છે, જ્યારે કેપ્ટન તરીકે ગ્રેમ સ્મિથે 14,878 રન બનાવ્યા છે. આપને જણાવી દઇએ કે, પહેલા ટી-20 માં વિરાટ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. જ્યારે બીજી ટી-20 મેચમાં વિરાટ કોહલીએ પોતાની ભૂલને સુધારી અને શરૂઆતમાં શાંતિથી રમવાનુ શરૂ કર્યુ અને બાદમાં પોતાના સ્વાભાવિક શોટ્સ રમીને દર્શકોને ખુશ કરી દીધી હતા.
https://twitter.com/BCCI/status/1371153242881585152?s=20
IND vs ENG 2nd T-20: ફોર્મ પરત મેળવનાર કોહલીએ જીત બાદ કહ્યું આમ, કોની સલાહ કામ આવી જાણો
આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 12 હજાર રન સૌથી ઝડપી બનાવવાનો કારનામો કરી બતાવ્યો છે. વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત 226 ઇનિંગ્સમાં આ વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વળી પોન્ટિંગે 282 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 294 ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 માં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 46 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતની બોલિંગમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી. ચહલ અને ભુવી 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
