Not Set/ બંગાળમાં ભાજપ હારશે, શરદ પવારે કરી મોટી ‘ભવિષ્યવાણી’, જાણો બીજા રાજ્યો માટે શું કહ્યું?

તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ખેડૂતો નેતાઓ પછી હવે NCP અધ્યક્ષ શરદ પવારે પણ 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના હારવાની ભવિષ્યવાણી કરી છે. પવારનું કહેવું છે કે ભાજપ આસામ સિવાય બાકી બધે હારશે. તેમનું કહેવું છે કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. લાગે છે કે દરેક પક્ષો બંગાળમાં ભાજપની હારની કામના કરી […]

India

તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ખેડૂતો નેતાઓ પછી હવે NCP અધ્યક્ષ શરદ પવારે પણ 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના હારવાની ભવિષ્યવાણી કરી છે. પવારનું કહેવું છે કે ભાજપ આસામ સિવાય બાકી બધે હારશે. તેમનું કહેવું છે કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે.

લાગે છે કે દરેક પક્ષો બંગાળમાં ભાજપની હારની કામના કરી રહ્યા છે અને આ યાદીમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર પણ જોડાયા છે. બારામતીમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજકીય શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. પવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભાજપની હાર નક્કી છે, ફક્ત આસામનો ગઢ તે બચાવી શકશે.

જો કે તેમણે (Sharad Pawar) કહ્યું કે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આજે કોઇપણ જાતનું અનુમાન કરવું વહેલું કહેવાશે કારણ કે નિર્ણય જનતાએ કરવાનો છે. કેરળમાં ડાબેરી પક્ષો અને NCP એક સાથે છે અને અમને સ્પષ્ટ બહુમતિનો ભરોસો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં લોકો દ્રમુક (DMK) ના ચીફ એમ કે સ્ટલિનનું સમર્થન કરશે અને તેઓ સત્તામાં આવશે.

એનસીપી પ્રમુખે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર સત્તાનો દુરઉપયોગ કરી રહી છે અને મને એ વાતમાં લેશમાત્ર પણ શંકા નથી કે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ચૂંટણી બાદ સત્તામાં વાપસી કરશે.