દેશભરમાં વધી રહેલા ગૌ રક્ષકોના તાંડવને રોકવા સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને ૭ દિવસમાં ટાસ્ક ફોર્સ બનાવવા માટે આદેશ આપ્યો છે. શીર્ષ કોર્ટના આદેશ અનુસાર, રાજ્યના દરેક જીલ્લામાં એક વરિષ્ટ પોલીસ અધિકારીની નિમણુંક કરવામાં આવે કે જે ગૌ રક્ષકોની હિંસા સામે કાર્યવાહી કરી શકે.
સુપ્રીમ કોર્ટે દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું કે, સરકાર દ્વારા ગાયની રક્ષા કરવાના નામ પર કાયદો હાથમાં લેવા વાળા સમૂહોને રોકવા માટે જરૂરી પ્રભાવી પગલું ભરવામાં આવે.
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનારા એએસજી તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું, કાયદો કોઈ પણ અનિયંત્રિત ઘટનાઓને રોકવા માટે છે, જવાબમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાએ કહ્યું, અમે જાણીએ છીએ કે આ કાયદો છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ? સરકાર કાર્યવાહી કરી શકે છે, તેથી હિંસામાં પણ વધારો ન થઇ શકે.
