- જીવરક્ષક, ગીર સોમનાથના પ્રોફેસરની અનોખી સિદ્ધિ
- જીવવિજ્ઞાન સંરક્ષણ અને સંશોધન પર કરી રહ્યા છે કામ
- ફ્લોરીડા સ્થિત સંસ્થા દ્વારા મળ્યો એવોર્ડ
ભારતના વિશાળ દરિયા કિનારો અને તેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જૈવ અને સંપદાનો ખજાનો સમગ્ર દરિયા કિનારે મોજુદ છે અને દરિયાઇ જીવ સંરક્ષણ માટે કામ કરતા ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર પરેશ પોરીયાને ફાળે જાય છે.
ગીર સોમનાથના નવયુવાન ડૉ. પરેશ પોરીયાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. દરિયાણ જીવના સંરક્ષણ માટે હંમેશા કાર્ય કરતા ડૉ. પરેશને દરિયાઇ જીવવિજ્ઞાન સંરક્ષણ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ અમેરિકાની ફ્લોરીડા સ્થિત મોટ મરીન લેબોરટરી એન્ડ ઓસન કન્ઝર્વેશન સમીટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠા પર દરિયાઇ જીવસૃષ્ટિ પર વિશેષ સંશોધન માટે તેમને આ એવોર્ડ મળ્યો છે.
ભવિષ્ય માટે સંશોધન આવશ્યક
માનવજીવ માટે દવાઓ અને ખોરાકના મળી શકે નવા સ્ત્રોત
દેશ અને રાજ્યનો વિશાળ દરિયા કિનારો મહત્વપૂર્ણ
દરિયાઇ જીવોનું સંશોધન થઇ શકે છે ઉપયોગી
દેશ અને રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દરીયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને જૈવ વિવિધતા સભર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળતા અનેક દરિયાઇ જીવ એવા છે કે જેના પર સંશોઘનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે.
સંશોધન છે અલભ્ય અને અથાગ
ગુજરાતના દરિયાકાંઠા પર દરિયાઇ જીવસૃષ્ટી પર વિશેષ સંશોઘન માટે નિર્ણય કર્યો છે. ડો.પરેશ પોરીયાની આ અલભ્ય સિદ્ધી છે. કારણ કે આ પ્રકારની સ્કોલરશિપ હાંસલ કરનાર રાજ્ચ જ નહીં દેશના તેઓ પ્રથમ પ્રોફેસર છે.
